________________
705
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -
-50
૧૩૫
નામે ચઢાવવું છે, તો એ કેમ બને ? આજે કોઈ જરા દુ:ખી થાય તો પેલા નામદારો તરત કહેશે કે, ‘જોયું ? કરને પોસા પડિક્કમણાં ! શું ફળ કાઢ્યું ? આ જમાનામાં આવું બધું ન ચાલે. વ્યાખ્યાન, પૂજા કરે શું વળે ? બાર કલાકની નોકરી બરાબર કરવી પડે, તો રોટલા ભેગા થશો. આ અમે મરતાં સુધી મહેનત મજૂરી કરી તો આજે સુખી છીએ. દેરું-અપાસરો અને સાધુઓની પાછળ આંટા-ફેરા મારવામાં રહ્યા હોત તો આજે અમારી દશા પણ તમારા જેવી જ હોત માટે જરા સમજો !' આવું સંભળાવનારા આજે ઘણા મળશે.
દુનિયામાં રહેનારા દુનિયામાં રહેનારને ન ઓળખે. તમારા છોકરાની ખોડખાંપણ તમને ન દેખાય; એ તો બીજો જુએ એને દેખાય. પોતાની આંખમાં પડેલું તણખલું કે ફૂલું જોવા માટે દર્પણ જોઈએ. આંખનો એ દુર્ગુણ છે કે પા૨કું બધું જુએ પણ પોતાનું ખરાબ ક ંઈ એને ન દેખાય. દુનિયાનું સ્વરૂપ મોહાંધો જાણે કે દુનિયાથી દૂર રહ્યા હોય તે જાણે ? અમે તમને સાચું સ્વરૂપ સમજાવીએ ત્યારે તમે ‘ઘેર ઘેર માટીના ચૂલા' કહીને ઊભા રહેવાના. દુનિયા આવી ને તેવી કહીને તમે શું કરવાના ? કહો કે, એનું એ જ. હું કોઈ બાપને કહું કે, છોકરાને આવી સલાહ દેવાય ? તો એ તરત કહેશે કે, ‘હું એકલો થોડો દઉં છું ? બધાય એવી જ દે છે.’ પણ બધા કૂવે પડે તો તમેય પડવાના ? ત્યાં તો કહેશે કે, નહિ માટે દરેક વસ્તુના નિદાનને પરખતાં શીખો ! તમે તો એવી કાર્યવાહી આરંભી છે કે કોઈ પણ વસ્તુને સાચી રીતે ઓળખી શકતા નથી. તમે દીર્ઘદર્શિતા ગુમાવી છે. પરિણામ જોવાની તમારી પાસે દૃષ્ટિ નથી અને એ દૃષ્ટિ કેળવવાનો પ્રયત્ન પણ નથી. કેવંળઃ પોતાની માન્યતા પર રાચવાથી કદી ઉદ્ધાર ન થાય. ઘણા કહે છે કે, શું, અમારું માનવું ખોટું ? જ્ઞાની કહે છે કે, શાસ્ત્રદૃષ્ટિ વિના બધું ખોટું છે. દૃષ્ટિને શુદ્ધ બનાવીને પછી આગળ ચાલો. તે માટે ‘અહં’ ભાવને કાઢવો પડશે. અહંભાવ એ એવો દુર્ગુણ છે કે, જે વસ્તુને યથાર્થરૂપે દેખવા ન દે, ગુણને ગુણરૂપે જોવા ન દે, ગુણમાં પણ દોષ શોધવાની મહેનત કરાવે, પરિણામે ગુણીના ગુણને આઘા મુકાવી અવગુણનો ધજાગરો ચઢાવે.
વસ્તુની પરીક્ષા નાશ પામી. તેથી સમ્યક્ત્વના ચોથા દોર્ષ ઘર ઘાલ્યું છે. ગૃહસ્થની પ્રશંસા સદ્ગુણ નથી.
गिहिपसंसा न कुणइ साहु । - સાધુ ગૃહસ્થની પ્રશંસા ન કરે !
વિવેકદૃષ્ટિ અને આત્મનિરીક્ષણની અનિવાર્યતા :
ગૃહસ્થ તો બિચારા મોહમાં પડેલા. જો એમની પ્રશંસા કરવામાં આવશે તો