________________
૧૩૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એ પોતાના સ્થાનથી ઊંચા આવશે જ નહિ. વળી એ પોતે પોતાને સમજદાર અને ડહાપણવાળા માને છે. એમાં એને ટેકો આપવામાં આવે. પછી શું થાય ? મૂર્ખને બુદ્ધિમાન કહેવાથી એને પહેલા નંબરનો સન્નિપાત થવાનો. મૂર્ખાને ડાહ્યાના ઉપનામથી ઓળખાવવામાં આવશે તો એ જ્યાં ત્યાં પોતાનું ડહાપણ બતાવ્યા વિના રહેશે નહિ. માટે એવી ઉતાવળ ન કરવી એ જ હિતકર છે. એવા માણસોનાં સાધુ વખાણ કરે અને એ સાધુને ત્રણ ખમાસમણા દે; તેથી એની કે સાધુની મુક્તિ ન થાય. એ માટે સમજ, વિવેકદ્રુષ્ટિ અને આત્મનિરીક્ષણ જોઈએ. સમજુ દેખાવાનો ડોળ કરનારા પોતાની ખામી જુએ ખરા ?
706
તાવ આવે તો માપો પણ પોતાના આત્માની ખામી કદી માપી ? સૂતાં, બેસતાં, ઊઠતાં પોતાના દોષ જોયા ? જોઈને કાઢવાનો નિર્ણય કર્યો ? જરા સારું કામ થઈ ગયું હોય તો ચોવીસે કલાક જ્યાં ત્યાં ગાયા કરનારા પોતાના દોષને તો વિચારે જ નહિ, એ ચાલે ? હૈયામાં જુદું, વચનમાં જુદું અને વર્તાવમાં જુદું, એ કેમ ચાલે ? પણ આ બધું કોણ સમજે ? પોતાના જીવનનું નિરીક્ષણ કરે તે કે બીજા ? આત્મનિરીક્ષણ વિના ગુણ-દોષની પરીક્ષા થઈ શકે નહિ.
અનંતજ્ઞાનીઓએ સુંદર પરિણામને પણ મિથ્યાત્વના યોગે અસુંદર ઓળખાવ્યો છે. સારી પણ ક્રિયા ખરાબ ધ્યેયથી કરવામાં આવે તો ખરાબ તરીકે ઓળખાવી છે. જેની દૃષ્ટિ શ્રી જિનેશ્વરદેવના આગમથી વિપરીત હોય તે બધા મિથ્યાદષ્ટિ છે. એવાના ગુણ ગવાય ? જેના ગુણ ગાવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય, મિથ્યાત્વની પુષ્ટિ થાય, એવું કામ ધર્માત્માથી થાય ? સાધુ પોતાનો ધર્મ સાચવે કે સામાનું મન સાચવે ? સાધુ કોઈનું માન સાચવે કે ભગવાનનો ધર્મ સાચવે ? સાધુ જો ભગવાનના ધર્મના ભોગે સામાનું દિલ સાચવે તો આ ઓધો રાખવાનો તે અધિકારી નથી. સામાનું મન સાચવવાની મહેનત કરે એ સાધુનો ગુણ નથી પણ દુર્ગુણ છે. સાધુએ ધર્મ સાચવવો કે સામાના વિચાર ? તમને સાચું સમજાવવું જરૂરી કે તમારું મન સાચવવું જરૂરી ? વ્યાખ્યાન સામાને ખુશ કરવા માટે નથી. પણ સત્યાસત્યનો વિવેક કરાવવા માટે છે. વ્યાખ્યાન શા માટે ?
આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ફ૨માવે છે કે - वैराग्यरंगो परवंचनाय धर्मोपदेशो जनरंजनाय ।।
‘પરવંચનાય’ એટલે પારકાને ઠગવા માટે શું ? વૈરાગ્યનો રંગ દેખાડવો તે અને ‘જનરંજનાય’ એટલે લોકને રાજી કરવા માટે ધર્મનો ઉપદેશ કરવો તે.