________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ - 50
૧૩૭
આ બંને દોષ છે. બંને ઠગવિદ્યા છે. લોકરંજન માટે ધર્મદેશના નથી. લોકને રાજી કરવા આ પાટે બેસવાનું નથી. તમને રાજી રાખવા પાટે બેસીએ તો આ પાનાં તો નામનાં જ અમારા હાથમાં રહી જાય. તમે રાજી થાઓ એવું આ પાનાંમાં કાંઈ નથી. તમે રાજી શામાં થાઓ ? તમે રાજી થાઓ એવું આ પાનાંમાંથી મળે તો જરૂર એમ કરું પણ એ અશક્ય છે. હાથમાં શ્રી જિનેશ્વરદેવનું આગમ લેવું અને તમારા મનનું રંજન કરવું એ કોઈ રીતે શક્ય નથી. તો હવે શું કરવું ? તમને રાજી રાખતાં આપણે બેય લાજીએ અને આ આગમને રાજી રાખતાં આપણે બેય રાજીએ (શોભીએ). કયું સારું ? બોલો, તમને શું ગમે ?
707
સભા ‘પાછળ આવતી વૈરાગ્યની વાતો કાઢી નાંખો તો બધું ગમે.’
આ જ વાંધો છે. આ શાસ્ત્ર એમ ક૨વાની ના કહે છે. જ્ઞાનીઓ કહે છે કે, જે કથામાંથી વૈરાગ્ય નીકળી જાય. એ બધી કથાઓ પાપકથા બને છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા માટે પાપકથાઓ વાંચવાનો અને સાંભળવાનો પણ નિષેધ છે. દુર્ગતિમાં લઈ જનારી કથા સારી હોય કે રસમય હોય તો પણ શું કામની ? માણસ રૂડોરૂપાળો હોય પણ એને નાક ન હોય, પાઘડી દુપટ્ટાવાળો હોય પણ એને શાખ ન હોય, રસોઈ મજેની હોય પણ એમાં લૂણ જ ન હોય; આ બધું શું કામનું ? શાસ્ત્ર કહે છે કે; જેની દેશનામાં વૈરાગ્ય નથી તે ધર્મદેશક નથી પણ ભાંડ ભવૈયા છે. આ પાટે બેસીએ છીએ કે કાંઈ નાટક ક૨વા નહિ. ધર્મદેશનાને રાજારાણીની વાત સાથે નિસબત શી ? નિસબત હોય તો પણ તે અંતે વૈરાગ્ય લાવવા માટે, તમને રાજી ક૨વા માટે નહિ. અહીં તો વૈરાગ્ય જ વંચાય. વૈરાગ્ય અને વૈરાગ્યપોષક વાતો સાંભળવાની ઇચ્છા હોય તો જ અહીં આવો એ લાભદાયી. રાંગની કથા સાંભળવા અહીં આવવાનું શું કામ ? એ તો સંસારમાં બધે મળશે. આખો સંસાર રાગથી ભરેલો છે. સ્ત્રી પરિવારનાં મોં જોયા કરો તોયે રાગ પોષાશે. રાગ માટે અહીં આવવાનું યોગ્ય નથી. અહીં તો વિરાગ માટે જ અવાય. વિરાગની વાતો આ સ્થાન સિવાય બીજે દુર્લભ છે.
આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા હૈયાનો પશ્ચાત્તાપ વ્યક્ત કરતાં કહે છે કે -
धर्मोपदेशो जनरंजनाय -
આથી આપણને એ મહાપુરુષ સમજાવે છે કે ધર્મોપદેશ જનરંજન માટે ન હોય. લોકરંજન ન જોવાય પણ લોકનું ભલું જોવાય. રમતિયાળ છોકરાને સમજુ બાપ કહે કે, તને ૨મતો જોઈને રાજી તો થાઉં પણ પછી શું ? મોટો થાય