________________
૧૩૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 708 ને કમાઈ ન શકે તો તારું થાય શું ? તારું અહિત થતું જોઈને રાજી કેવી રીતે થાઉં ? એ જ રીતે વ્યાખ્યાન શા માટે ? એનો જવાબ આપો ! સર્વત્ર ધર્મલાભ, અર્થલાભ ક્યાંય નહિ?
તમે તો કહો છો કે, “અમારી સંસારની કાર્યવાહીમાં સાધુ પીઠ થાબડે.' હું કહું છું કે, તો પછી અહીં આવવાની જરૂર પણ શી છે ? અમે જ તમારા ઘરે અને પેઢીએ આવી ધન-ધાન્ય વૃદ્ધિના આશીર્વાદ આપી જઈએ એટલે કામ પતી જાય. પણ પછી શું ? અહીંથી મરીને આપણે બેયને ક્યાં જવાનું ? માટે સમજી રાખો કે અમારાથી એ બને નહિ. અમારે તો અહીં પણ ધર્મલાભ. અને તમારા ઘેર આવીએ તો પણ ધર્મલાભ. દીનને પણ ધર્મલાભ અને શ્રીમાનને પણ ધર્મલાભ. ભક્તને પણ ધર્મલાભ અને દુશ્મનને પણ ધર્મલાભ. હાથ જોડનારને પણ ધર્મલાભ અને ગાળો દેનારને પણ ધર્મલાભ. અમારા પગમાં. પડનાર કે અમારા માટે લાખો ખર્ચનારને પણ અમારે ધર્મલાભ જ આપવાના પણ અર્થલાભ કોઈને નહિ. '
શાસ્ત્ર કહે છે કે કોઈ હાથ જોડે એટલા માત્રથી તેનામાં ધર્મ આવ્યો એમ ન કહેવાય. પણ આત્મકલ્યાણ માટે જોડે ત્યાં ધર્મ આવ્યો એમ કહેવાય. ધર્મક્રિયા દ્વારા સંસારના સુખ મેળવવાની ભાવનાને લઈને તમારી ભીખ મટતી નથી. ધર્મલાભમાં બધું સમાય છે એવું સમજનારા તો એક ધર્મની જ આશાએ હાથ જોડે છે. એના પ્રતાપે મળે બધું પણ એ મળ્યા છતાં ધર્મ જીવંત રહે છે, અને ધનાદિ ઇચ્છવાની વૃત્તિ સદા માટે મટી જાય છે. જૈનપણાને પામેલો આત્મા દુઃખના કાળમાં પણ સમાધિના સુખનો ભોક્તા હોય છે. ખરા જૈનને કર્મના યોગે દુ:ખ હોય તો પણ એ દુઃખી ન હોય. એવા આત્માને સંસારના પદાર્થની ઇચ્છા થાય તો તે ધર્મ સારી રીતે કરવા માટે થાય. પણ સુખમાં મઝા કરવા માટે નહિ. માટે સમજુ છો તો જેને નમો, હાથ જોડો, તે પહેલાં નક્કી કરો કે એમાં કાંઈ પ્રપંચ તો નથી ને ? તમે જે કહો તેમાં હા ભણાવવાની ઇચ્છા માટે હાથ જોડતા હો તો હું કહું છું કે તમે સાચા વાણિયા પણ નથી.
કહેવત છે કે વાણિયો લાભ વિના લોટે નહિ. પૈસો દેખે તો જ ધૂળમાં હાથ નાખે. હીરો દેખે તો જ વાંકો વળે. વેપારી લાભ ગેરલાભ પહેલાં જુએ. આ હું આત્મિક લાભની વાત કરું છું. ખરી વાત એ છે કે તમે ધર્મના માર્ગે બુદ્ધિ કેળવી જ નથી. પૈસા કમાવામાં, વ્યાજ ગણવામાં, જમા ઉધાર કરવામાં, ચોપડા લખવામાં, સહી લેવામાં, સામાને લખતાં ન આવડે તો અંગૂઠો ચીતરાવવામાં, એ બધી વાતોમાં તમે કુશળ છો. વકીલ, બૅરિસ્ટર બધાને પૂછીને પાકું કામ કરો