________________
709
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -
-50
૧૩૯
એવા છો. એક મિનિટમાં પાંચ ગીની આપીને પણ સલાહ લઈ લો એવા છો. માત્ર અહીં જ કાંઈ સમજવાની વાત નથી. બધા વાંધા જ અહીં નડે છે.
હું કહું છું કે તમે કદી અમારી વાતમાં સમજ્યા વિના હાજી ન ભણો. ન સમજાય ત્યાં સુધી ના કહો. સારો વૈપારી લાખોની ઊથલપાથલ કરનારો અહીં સમજ્યા વિના ‘હાજી' કેમ ભણે ? માટે સમજો, ન સમજાય તો પૂછો અને સમજીને પછી બીજાને સમજાવો. ધર્મ સાથે જાણે કશી નિસબત જ ન હોય એવું ન રાખો.
આજે ધર્મ સંબંધમાં તમારી દશા કેવી છે ? પાડોશી કહે કે, ચોર પેઠો, તોયે કહે કે જોઉં છું. ફરી ચેતવે કે, માલ ઉઠાવ્યો, તોયે કહે કે, ક્યાં જવાનો છે ? પછી કહે કે આ તો ચાલ્યો લઈને ! તોયે કહે કે, ભલે જાય ! કેટલેક જશે ? આ એમ ને એમ ચોર બધું લઈને ચાલ્યો જાય, અદશ્ય થાય, પછી પોલીસમાં ફરિયાદ કરવા જાય ત્યારે પેલો પાડોશી કહે ને કે, ‘ભાઈ ! કાં તો તું ચોરને ઓળખતો નથી. કાં તો બાયલો છે - બાકી આમ ન હોય. તારું લૂંટાય એમાં નવાઈ નથી.' ડાહ્યો માણસ કદાપિ ચોરથી ડરે તો પણ આંખના ઇશારે કે ગળાના ખોંખારે બીજાને જણાવે, માણસ ભેગા કરે, બને તો પોલીસને ખબર પહોંચાડે અને માલ ચોરાતો અટકાવવા કોશિશ કરે. આવું કાંઈ ન કરે એને તમે બેવકૂફ જ કહોને ? તો એમાંનું અહીં કાંઈ નહિ કરવાનું ? એવું કેમ ચાલે ?
પૂર્વાચાર્યોનાં, પૂર્વે થઈ ગયેલા ૫૨મ પ્રભાવકોનાં અને પૂર્વના શ્રાવકોનાં દૃષ્ટાંતો સાંભળ્યાં છે કે નહિ ?
સભા ‘આ ગ્રાહક છે કે ઉઠાવગીર, એ ન સમજાય તો ?’
એવો માણસ પેઢી ખોલીને ન બેસે; નહિ તો વહેલો લૂંટાઈ જાય. સમ્યક્ત્વના ચોથા દોષનું વર્ણન ચાલે છે. પ્રમોદભાવના સાચવવી છે અને સમ્યક્ત્વમાં દોષ લાગવા દેવો નથી. ગુણ દેખીને આનંદ જરૂ૨ થાય પણ ગુણ તેવાના ન ગવાય કે જેથી તેના પરિચયમાં આવનારના ગુણ સળગી જાય. વર્ણન કરતાં ન આવડે અને સમજ્યા વગર બોલાય તો પ્રમોદભાવના નાશ પામે અને સમ્યક્ત્વમાં ઘા પડે. વરસાદ અધિક થાય તો ધાન્ય સડી જાય. એ રીતે ખોટા ગુણની પ્રશંસા થાય તો ડાળાં પાંખડાં સડે અને ફળ મળે નહિ. બીજ સાચવવું અને ફળ ખાવું. ગુણાનુરાગ એ બીજ છે. એ બરાબર સાચવવું. પણ અયોગ્ય સ્થાનમાં રહેલા ગુણની પ્રશંસા ન થાય તો ફળ ખવાય. ગુણ દેખી પ્રમોદ થવો એ ગુણાનુરાગ. જ્યાં ગુણ દેખાય ત્યાં દુઃખ ન થાય, આનંદ જ થાય. એમ થાય કે આ ગુણ મારામાં કેમ નહિ ? વેપા૨ીની ક્ષમા જોઈને સાચા