________________
710
૧૪૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ગુણાનુરાગીને એમ થાય કે આવી ક્ષમા ધર્મમાં હોય તો ? પણ એ વાત ૨ખાય હૈયામાં. બહાર ગુણ ગાવા હોય ત્યારે એ કોણ છે તે જોવું પડે. મોહાંધોની દશા પણ પારધી જેવી
પારધી જાળ બિછાવી અનાજના દાણા નાંખી સેંકડો કંબૂતરો ભેગાં કરે છે. એક પણ ઊડી ન જાય માટે બરાબર પહેરો ભરે. એની ચાલ પણ એવી હોય કે જે જોઈને મુનિની ચાલ યાદ આવે. દૂરથી આવનારને ઇશારાથી અવાજ ન ક૨વા કહે, જેથી કબૂતરોને દાણા ખાવામાં જરાય અંતરાય ન પડે. ચહેરા પર દયાના ભાવ દેખાડે. ન ઓળખે તે તો ‘કેવો દયાળુ !' એમ કહીને ચાલ્યો જાય. પણ સમજદાર તો પૂછે કે, ‘કોણ છે ?’ જો કોઈ કહે કે, ‘અમુક શૈઠ છે’ તો તો ચાલ્યો જાય, પણ ખબર પડે કે ‘પારધી છે' તો એ એવી બૂમ પાડે કે બધાં કબૂતરો ત્રાસ પામીને ઊડી જાય. કબૂતરો મજેથી ખાતાં હતાં. એને ઉડાડી મૂકયાં, તો એને પાપ લાગ્યું ? કબૂતરોને ત્રાસ પમાડ્યો, ભોજનનો અંતરાય કર્યો અને પારધીને ગુસ્સે કર્યો તો એને કર્મ બંધાયને ?
સભા ‘ના, જરા પણ નહિ. એણે તો કબૂતરોને બચાવ્યાં.’
ત્યાં એણે એમ વિચાર્યું હોત કે આપણે શું ? નાહક કોઈને ત્રાસ શા માટે પમાડવો ? તો એ દયાળુ કહેવાય કે દયાહીન ? આવે વખતે ભોજનના અંતરાયની ચિંતા કરનારા કમઅક્કલના ધણીઓમાં શ્રી જૈનશાસન રહી શકે ખરું ? દયાની આવી વાયડી વાતો કરનારા શ્રી જૈનશાસનને પામેલા કહેવાય કે પામવાનો ડોળ કરનારા કહેવાય ? આ શાસન પામ્યા પછી પણ કપટ-પ્રપંચ ચાલુ રહે અને એનું દુઃખ પણ ન રહે તો એ આત્મઘાત કરવા જેવું છે. આ શાસનને પામ્યા પછી તો વિવેકી અને સરળ બનવું જોઈએ. યોગ્ય સ્થાને ગુનો એકરાર કરવો જોઈએ. લુચ્ચાઈ આ શાસનમાં ન નભે. એ તો મૂર્ખાઓના ટોળામાં નભે. લોકની અજ્ઞાનતાથી અહીં કદાચ ફાવ્યા તોયે કર્મ નહિ છોડે.
આ શાસન અનુપમ છે. કોઈની શરમ અહીં ચાલતી નથી. ચૌદ પૂર્વધરો પણ ભૂલ્યા તો નિગોદમાં ગયા એવું કહેનાર આ શાસન છે. ચારિત્ર મોહનીયનો વ્યય નહિ કરતાં ઉપશમ કરી શ્રી વીતરાગ જેવું ચારિત્ર પામનાર કર્મના ઉદયથી પડે છે. પડતાં પડતાં પણ સાવધ નહિ થઈ શકનારા એવા ગબડ્યા કે
અનંતકાળ પણ ભટક્યા, એવું કહેનારું આ શાસન છે.
પારધીની જાળમાં ફસાયેલાં કબૂતરોને બચાવનારો બચાવે ત્યારે તેના ભોજનમાં અંતરાય કર્યાની ચિંતા શ્રી જૈનશાસનને પામેલો કરે ? જે એવી