________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -50
ચિંતા કરે તેને કહેવું પડે કે મૂર્ખ ! જરા સમજ ! એણે ભોજનનો અંતરાય નથી કર્યો. પણ હજારોને મૃત્યુના મુખમાંથી છોડાવ્યાં. ફાંસીના માંચડે ચડતાં બચાવ્યાં. એ જ રીતે એક આત્મા અનંત હિંસાથી અટકતો હોય ત્યારે એને જોવાનો કે મોહાંધોની ચંપે જોવાની ! ચેંમેં કરનાર એ મોહાંધો તો એવા હોય છે કે વખત આવ્યે માંદાના મોં પરની માખીયે ન ઉડાડે, મરતાંને પાણી પાવા પણ ન આવે અને મર્યા બાદ એનું મડદું ચાર મજૂ૨ને બોલાવી ઠેકાણે પાડે. આવા દાખલા જોયા છે નેં ?
711
૧૪૧
તમને ત્રિરાશી માંડતાં પણ નથી આવડતી ? ક૨વો છે સ૨વાળો અને કરો છો બાદબાકી, ત્યાં શું થાય ? પંદર ને પાંચ વીશ, પણ તમે કરો છો દશ. આવું ન થાય માટે બાદબાકી વચ્ચે આડી લીટી, સરવાળા માટે ઊભી ચોકડી અને ગુણકાર માટે વાંકી ચોકડી રાખી. બધું ભેગું કરો તો ભીખ માંગવાનો વારો આવે. પંદર ને પાંચ વીશ, પંદરમાંથી પાંચ જાય તો દશ અને પંદર ગુણ્યા પાંચ પંચોતેર, કેટલો ફેર ? હજાર કબૂતરોના અભયદાનની ચિંતા કરાય કે એના ભોજનના અંતરાયની ચિંતા કરાય ?
ડૂબતાને બચાવવા સંમતિની રાહ જોવાય ?
ઘણા આત્માઓ ઉન્માર્ગે જઈ રહ્યા હોય ત્યારે શાંતિ રાખવાની કે પ્રચંડ અવાજ ઉઠાવવાનો ? કોઈ કૂવામાં ગબડે ત્યારે શાંતિ ૨ખાય કે બૂમરાણ મચાવી તેને રોકાય ? ડૂબતો છોકરો બચાવવાની બૂમ પાડે ત્યારે તેને એમ કહેવાનું કે, ‘ઊભો રહે, તારા બાંમને પૂછીને તે સંમતિ આપે તો તને કાઢું ! તારે પણ બાપની રજા મળે પછી જ બહાર નીકળવું !' પેલો કહે કે, ‘હવે તો મારા નાકમાં પાણી ગયું, મને ગૂંગળામણ થાય છે, જલદી બહાર કાઢો !’ તોયે કહે કે, ‘એ તો જેવું તારું ભાગ્ય ! બાકી અમે તારાં મા-બાપની રજા વિના તો ન જ કાઢીએ.’ બોલો, આવું કહેનારા ડાહ્યા કહેવાય કે મૂર્ખ ? સમજુ કહેવાય કે અક્કલહીન ? દયાળુ કહેવાય કે નિર્દય ? આવી રીતે મરતાંને વહેલો મોત ભેગો કરનાર સંઘ કહેવાય કે ટોળું ? શ્રી જૈનશાસનમાં સંઘના નામે આવા ટોળાં ભેગાં કરાય ? જેનામાં દયાનો છાંટો નહિ, જે શાસ્ત્ર ઉપર છીણી ફેરવવા તૈયાર થાય, એવાં ટોળાંને સંઘના નામે ક્યાં સુધી વળગી રહેવાનું ?
જેઓ ડૂબતાને એમ કહે કે, ‘તારું ભાગ્ય ! પણ અમે ન કાઢીએ, તારાં માબાપની રજા વિના કાઢીએ તો અમને પાપ લાગે ! - આ કેવા દયાળુઓ ? આ મત તો તેરાપંથી ગૃહસ્થોનો છે. તેઓ એમ માને છે કે ગાયના વાડામાં આગ લાગે અને હજારો ગાયો બળતી હોય તો પણ એને કઢાય નહિ, એને કાઢીએ