________________
૧૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
704
ફ્લેશના ભયથી ધર્મ છોડીએ તો !
અહીં પણ લાલસા તથા મોહ છોડવો નથી તો એ છોડ્યા વિના ક્લેશ કેમ મટે ? ભગવાન ચોખ્ખી ના કહે છે. તમે ગુણ-દોષને ઓળખી શકતા જ નથી. સંયમ એ ગુણ કે મોહ એ ગુણ ? ઘી ન ખાવાના નિયમવાળો માના રોવાથી ઘી ખાઈ લે ? ઝાંઝરીઆ મુનિવર ફસાયા નહિ અને શાસનહીલના કરાવી એના કરતાં એ સ્ત્રીનું જરા માન્યું હોત તો ! એવું કહેવાય ? ન માન્યું એ,એમની ભૂલ ગણાય ? એ બાઈની શી માંગણી હતી ? જરાક ઓઘો આઘો મૂકીને પોતાની સાથે રહેવાનું માંગ્યું હતું ને ? એ માન્યું હોત તો કજિયો મટત અને નાહકની શાસનની ‘હા-હા’ ન થાત એમ હતું ને ? છતાં એમણે માન્યું ? કેમ ન માન્યું ? કહો કે, એ ન માનવામાં જ શાસનની શોભા અને રક્ષા હતી; માનવામાં તો પોતાનો નાશ અને શાસનનું પણ અહિત જ. હતું. સીતાજીએ એમ ન વિચાર્યું કે, ‘થનાર હતું તે થયું; ક્લેશ વધે છે તો રાવણની વાત માની જાઉં !! ભયંકર યુદ્ધ થયું, અનેકની જાનહાનિ થઈ, પણ એ બધી વાત ગણતરીમાં ન લીધી. આ બધી વાત જાણો છો ને ?
આજની દુનિયાનો ન્યાય તો ઊંધો છે. એક માણસ ધર્મ પાળવા માંગે તેથી બીજા નારાજ થાય ત્યારે, કહેનારા ધર્મીને ધર્મ છોડવાનું કહે છે. પણ પેલાને અધર્મ છોડવાનું નથી કહેતા. આનું કારણ વિચારો ! એ વિચારતા નથી તેથી જ આજે પાપ વધ્યું છે. આજના લોકોની સલાહ જ જુદી. કહેશે કે, ‘ધર્મ સારો પણ મા-બાપને કાંઈ નારાજ કરાય ? સંસા૨માં ૨હ્યા માટે બધું જ કરવું પડે. સંસારમાં તો અસત્ય વિના ન ચાલે, અનીતિ પણ કરવી પડે. રોજ ઊઠીને ઘરમાં કજિયા ન કરાય. ટકટક થતી હોય તો માથે દેવું કરીને પણ લાવવું પડે.’ આવી સલાહ આપનારા આજે ઘણા. પછી એ દેવું કોણ બાપ ભરે ? પાઘડી ફેરવવાનો વારો આવે. બૈરી-છોકરાંને રાજી રાખવા જતાં કંઈકને પાઘડી ફેરવવી પડી. ઉપરથી એ જ બૈરી-છોકરાં, દેવાળું કાઢ્યું માટે ગાળો પણ સંભળાવે. આવો છે આજનો તમારો સંસાર.
ધર્મીએ તો કહી દેવું જોઈએ કે સંસારમાં રહ્યો છું તો નીતિથી બનશે તો લાવીશ. બાકી તમારી ખાતર અધર્મ કરવા કાંઈ બંધાયેલો નથી.
દૃષ્ટિ નિર્મળ બનાવો તો વાસ્તવિકતા સમજાય :
તમારે તો ધર્મ કે ધર્મના સ્વરૂપને જાણવું નથી, અધર્મ કે અધર્મના સ્વરૂપનેય જાણવું નથી, ધર્મ-અધર્મના ફળને પણ સમજવું નથી અને અધર્મના ફળને ધર્મના