________________
81 – ૧૮ઃ જે ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 – ૨૪૧ તો તો માનવું પડે કે સાધુએ તમારી નિશ્રા લીધી માટે પાપના ભાગીદાર બન્યા. પણ આ સંસારમાં ગૃહસ્થાવાસ કાયમી છે કે હમણાં નવો શરૂ થયો છે ? સાધુ હોય તો જ એ ચાલે કે ન હોય તો પણ ચાલે ? સાધુ આવે તો જ તમે ખાઓ કે ન આવે તો પણ ખાઓ ખરા ? સાધુને ઉપવાસ તો તમારે પણ ઉપવાસ એમ ? સાધુને વહોરાવ્યા પછી જ જમનારા કેટલા ? અને બાર મહિને એક દિવસ પણ સાધુને ઘેર ન લઈ ગયા હોય એવાં ઘર કેટલાં ? અને આગળ વધીને આવાને આપવામાં લાભ શો ?” એવું કહેનારા કેટલા ?
માટે સમજો કે ગૃહસ્થાવાસ તો કાયમનો છે. એની સાથે સાધુને સંબંધ શો ? ગૃહસ્થનું બધું બગડતું હતું, બધું અન્ન પાપી પેટમાં જતું હતું, તે સાધુએ આવીને એમાંનું થોડું સન્માર્ગે વાળ્યું. એમાં સાધુને પાપ સાથે મેળ ક્યાંથી થયો ? તમારી પાપક્રિયા એ પુણ્યશાળીને માથે ચડાવાય ? તમારી કાયમની આરંભાદિની પ્રવૃત્તિ એમના માટે છે એમ મનાવવું એ સમ્યક્તની ક્રિયા કે મિથ્યાત્વની ક્રિયા ? આ બધો પ્રચાર શાનો છે ? જેટલી સારી ચીજ, એનું ઉત્પત્તિસ્થાન અયોગ્ય જ હોય. કમળ કાદવમાં પેદા થાય છે, માટે એને કાદવ જેવું કહેવું, એ મૂર્ખાઈ છે. કાદવ હાથમાં ન લેવાય અને કમળ સુંઘાય. એને માથે પણ ચડાવાય. શ્રી સંઘને કમળની ઉપમા આપી, પણ ત્યાં કહ્યું શું ? શાસ્ત્ર કહે છે કે સંઘ અલ્પ સંસારી છે, માટે એ ઉપમા આપી છે. કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થવા છતાં અને પાણીથી વધવા છતાં એ બંનેથી અધ્ધર-નિર્લેપ થઈને રહે છે; તેમ શ્રી સંઘ સંસારમાં ઉત્પન્ન થવા છતાં એને સંસાર અને ભોગ ન ગમે. એ બંનેથી એ નિર્લેપ બનીને રહે.
આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે જે આત્મા તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયો કહે, તેને પ્રમાણ પૂછો ! જેમ મેટ્રિક પાસ થયેલા પાસે સર્ટિફિકેટ માંગો છો, તેમ એની તત્ત્વશ્રદ્ધાનું પ્રમાણ માંગો એ પ્રમાણ શું ?
ન રમતે મો - સંસારસાગરમાં રમે નહિ.
તત્ત્વશ્રદ્ધા થયાનું આ પ્રમાણ છે. આ ન પાલવે તેનું અહીંયાં કામ નહિ. જેને સંસાર ગમે એને પૂરેપૂરું રૂચે નવ તત્ત્વમાં કયું તત્ત્વ છે ? સંસારમાં રમવા ઇચ્છે તે સમ્યગ્દષ્ટિ કહેવાય ? સમ્યગ્દષ્ટિ કહેવરાવવું અને સંસારની રમત મજેથી ચાલુ રાખવી એ કેમ બને ? આ તો ભગવાનને સંસારતારક કહે અને સાથે જ કહે કે-“મને તો સંસારમાં મજા છે માટે અહીં જ રહેવા દો ! આવી વાત છે. મોટા થયા પછી ધૂળમાં હાથ ન નખાય.બાળક વિષ્ટામાં હાથ નાખે તો ક્ષમ્ય છે પણ મોટા નાખે તો ?