________________
૨૪૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
મશ્કરી થાય ? શ્રી વીતરાગના અનુયાયીઓ શ્રી વીતરાગના માર્ગને સુવ્યવસ્થિત કરવા ભેગા થાય, તો શા શા વિચાર થાય ?
810
જૈન જ્ઞાતિ ભેગી થાય, જૈનોનો સામાન્ય સમુદાય ભેગો થાય તો ત્યાં એ જ્ઞાતિને લગતાં કાર્યો કરે તેમાં કોઈને વાંધો ન હોય પણ સંઘના નામે ભેગા થાય ત્યાં શું કરે ? શું થઈ શકે ? એ વિચારવું જરૂરી છે.
બીમાર આગળ કૉન્ફરન્સ ડૉક્ટરોની કે વકીલોની ? ત્યાં ધારાશાસ્ત્રીનો અભિપ્રાય કામ લાગે ? ધારાશાસ્ત્રી કહે કે ‘હજી તો પચીસ વર્ષનો થયો છે, એ મરે શાનો ? મરે તો ફરિયાદ માંડું ! તો કઈ કૉર્ટ પાસે ફરિયાદ માંડે ? ડૉક્ટરો ભૂંગળી મૂકે, ફેફસાં તપાસે, પ્રેશ૨ માપે, પલ્સ જુએ અને ઘટતી વ્યવસ્થા કરે. એ ડૉક્ટરની જગ્યાએ બીજા ડહાપણ કરવા જાય તો દરદી કાલે મરતો હોય તો આજે મરે. જે સમુદાય જે માટે ભેગો થયો હોય, તે તે અંગેના નિર્ણયો લે કે બીજા ? ‘અમે ગૃહસ્થો શા માટે બધું ન કરીએ ?' એવો બચાવ કરો તે ન ચાલે. સમ્યગ્દષ્ટિ થવા માગતા હો, ભગવાનના સંઘમાં રહેવા માગતા હો તો ભાવના કઈ હોવી જોઈએ, વિચાર કયા હોવા જોઈએ, પ્રવૃત્તિ કઈ હોય-એ વિચાર્યું ? પ્રવૃત્તિ ન હોય તો હજી નભે પણ વિચાર તો યોગ્ય હોવા જ જોઈએ ને ? સંઘ સંસારમાં હોવા છતાં સંસારને કેવો માને ?
તમે ગૃહસ્થાવાસમાં રહેવા છતાં જૈનશાસનમાં રહી શકો છો, પણ ગૃહસ્થાવાસમાં રહેવું જોઈએ એમ કહો તો સંઘમાં કેમ રહી શકો ? તમારે પૃથ્વીકાયાદિની હિંસા વિના નથી ચાલતું માટે ઉપયોગ કરવા છતાં સંઘમાં રહી શકો છો, પણ ‘એના ઉપયોગમાં કાંઈ વાંધો નહિ' એમ બોલો તો સંઘમાં ટકાય ! પ્રતિક્રમણમાં સાત લાખથી માંડી ચોરાશી લાખ જીવયોનિ હણ્યા, હણાવ્યા, અનુમોદ્યાની ક્ષમાપના કરો છો, ત્યાં ‘રોજ હણીએ એની વળી ક્ષમાપના શું કામ ?' એમ કહો તો ચાલે ? ‘ગૃહસ્થ વિના સાધુ જીવી શકે નહિ, તો પછી ગૃહસ્થપણામાં પાપ શેનું ?’-એક વર્ગની આ દલીલ છે. હું પૂછું છું કે ગૃહસ્થો ઘર માંડીને બેઠા છે તે શું સાધુની રક્ષા માટે જ એમ ? સાધુઓ ચાલ્યા જાય તો ગૃહસ્થો ઘેર તાળાં મારીને ચાલ્યા જવાના એમ ? મુંબઈના આ બધા માળાઓ સાધુઓ આવ્યા પછી બંધાયા કે પહેલાં હતા ? શ્રી નેમનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે ને-ભાભીઓ ભગવાનને કહે છે કે *સ્ત્રી વિના મહેમાનને કોણ જમાડે ? યાત્રામાં સાથે કોણ આવે ?' તો તમે બધા પણ એ માટે જ પરણ્યા છો ને ? બાર મહિનામાં તીર્થયાત્રા કેટલી કરો છો ? સાધર્મિક મહેમાનો કેટલા જમાડો છો ? તમે જો સાધુ માટે જ ગૃહસ્થાવાસ માંડ્યો હોય