________________
૯૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
1170
સભાઃ “આજે તો બાઈઓ ઊભી હોય ને મરદો બેઠા હોય તોયે બાઈઓને
બેસવા જગ્યા ન આપે.” એટલે તો કહું છું કે આજનો જમાનો ભયંકર છે. માણસાઈ ભુલાતી જાય છે. એવા બળવાન થઈને પણ બીજાનું શું ભલું કરવાના ?
સભાઃ “જૈનેતરોમાં હજી આવું ઓછું જોવા મળે છે.”
જૈનેતરો ધર્મના નામે આવો દંભ નથી કરતા. આ તો ધર્મના નામે બધું ચલાવવા માગે છે. બહારના દુશ્મન કરતાં અંદરના દુશ્મન જલદી નુકસાન કરે. બહારના દુશ્મનને તો આવતાંયે વાર લાગે, પેસતાંયે વાર લાગે, ચાવી શોધતાંયે વાર લાગે, માલમત્તા ગોતતાંયે વાર લાગે અને એ બધામાં ચાર-છ કલાક નીકળી જાય. એવામાં કોઈ આવતું જણાય તો જે મળે તે લઈને ભાગે; પણ ઘરનો દુશ્મન તો અવસર સાધી સઘળો માલ ઉઠાવી એવો ગુમ થઈ જાય કે પછી પત્તો જ ન લાગે. સભા: “મહારાષ્ટ્રીયન પ્રશ્નકાર ‘તમે ક્યાં સર્વજ્ઞ છો કે તમને આવું બધું કહી
જનારના હૃદયને જાણી શકો ! વખતે નિંદક હોય ને આવી ખોટી વાત
ચલાવતો હોય તો? ગવર્નમેન્ટે ગુનાઓ શોધવા માટે પોલીસ રાખેલ છે. પોલીસ ખોટો કેસ લાવે તો ગવર્નમેન્ટ એની ટીકા કરવાનું પણ ચૂકતી નથી; પરંતુ, સાચા ગુના શોધી કાઢનારને ઇનામ પણ અપાય છે. એ રીતે શાસનમાં પણ ચોકીદારો હોય છે. ગુનાને કે ગુનેગારને શોધી કાઢે તેથી તેને નિંદક ન કહેવાય. એ નિદક નથી પણ રક્ષક છે.
વળી અમે સર્વજ્ઞ નથી એ વાત સાચી, પરંતુ કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી જેમ જુએ તેમ શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનથી જુએ અને કેટલીક વાત બીજાના કહેવાથી પણ જાણે. વેપારી ગ્રાહકને નાણાં ધીરે છે, તે ઓળખીને કે ઓળખ્યા વિના ? વેપારી સર્વજ્ઞ છે ? તેમ છતાં વગર ઓળખે આપ્યું જાય તો વેપારી નથી ગણાતો પણ કુંભારમાં ખપે છે અને આપવાનું જ બંધ કરે તો વેપાર પડી ભાંગે છે. માટે મતિ અનુમાન વગેરેથી જ વ્યવહાર ચાલે છે. મતિ, અનુમાન વગેરેને ન માનનાર અને કેવળ પ્રત્યક્ષને જ માનનારને આ શાસ્ત્ર મિથ્યાદૃષ્ટિ કહે છે. એવાને આ શાસનમાં સ્થાન નથી.
વળી, એવો આદમી તો પોતાની પત્નીનો પતિ પણ થઈ શકતો નથી. ઘણી પત્નીઓએ પતિને ઝેર આપ્યા છતાં પત્નીનું રાંધેલું વિશ્વાસથી ખવાય છે ને ?