________________
૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
612 દોષની વિચારણા આપણે કરી આવ્યા અને “કાંક્ષા' દોષ ઉપર વિચારણા ચાલે છે. પરમતની અભિલાષાને કાંક્ષા કહેવાય છે. પુદ્ગલાનંદી આત્મા માટે : ઇતરદર્શનની અભિલાષા એ સહજ છે. એનું કારણ એ છે કે, સહેલાઈ તરફ કે આડંબર તરફ સામાન્ય જનતાની, એટલે કે બાળજીવોની સહેજે જ દૃષ્ટિ જાય છે; કેમ કે, એનામાં તત્ત્વની પરીક્ષા કરવાની તાકાત હોતી નથી. સહેલાઈ, આડંબર અને દેખીતી દયા આદિ ગુણો - આટલું દેખવાથી એવા આત્માઓને એકદમ “કાંક્ષા થઈ જાય છે. “શ્રી જિનેશ્વરદેવ અને શ્રી જિનેશ્વરદેવનો મત એ. બે જ સત્ય છે અને એ સિવાયનું સઘળુંય અસત્ય છે.” આવી મનઃશુદ્ધિને નહિ ધરનારા આત્માઓ સહેલાઈમાં ઝટ ફસાઈ જાય છે. જો એમ ન હોત તો એવાઓ બાળ શું કામ કહેવાત? આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને વિચારો કે,. જગતમાં બાળ ઘણા કે પંડિત ઘણા ? વિચારશો તો સમજાશે કે, બાળની સંખ્યા જ દુનિયામાં મોટી છે.
શ્રી વીતરાગ પરમાત્માની વીતરાગતા સમજીને પૂજા કરનારા કેટલા ? : કહેવું જ પડશે કે ઘણા અલ્પ ! તે છતાં પણ એ ઉત્તમ આલંબનના યોગે તત્ત્વ પામવાની સંભાવના છે; માટે એના નિષેધની જરૂર નથી, પણ એવાઓ માટે પરમતની અભિલાષા તો સહજ જ છે. જ્યાં સહેલાઈ હોય, તકલીફ ઓછી દેખાતી હોય અને છતાં ધર્મી ગણાવાતું હોય, તો ત્યાં એવાઓ ઝટ ઝૂકે ! કોમળ શયામાં સૂવું, સવારે ઊઠીને સ્નાનાદિ કરી ઇષ્ટ પેય પીવું, મધ્યાહ્ન ઇષ્ટ ભોજન કરવું, ત્રીજા પહોરે ઇષ્ટ વસ્તુનું પાન કરવું, રાત્રે પણ અનેક પ્રકારનાં ભોજન લેવાં, આટલું કરવા છતાં પણ અંતે મોક્ષ થવાનો છે એમ શાક્યસિંહે જોયું છે.” આવા પ્રકારનો કુમત કોને ન ગમે ? આવા કુમતની છાયામાં પડેલાઓ ખુલ્લંખુલ્લા કહે છે કે –
કાંઈ ખાધે પીધે મોક્ષ અટકવાનો નથી; જો ખાવાપીવાથી મોક્ષ અટકતો હોત તો કુરગડુનો ન અટકત ? માટે ગમે તે ખાઈએ પીએ, પણ પરિણામ ન બગડે તો મોક્ષ મળવામાં હરકત શી ?' તપને આર્તધ્યાનનું કારણ કોણ માને?
કુમતની કારમી છાયામાં આવી ગયેલા એ લોકો સ્પષ્ટ શબ્દોમાં તપનું ખંડન નથી કરતા, કેમ કે, તેઓ સમજે છે કે, તપનું ખંડન એકદમ કોઈ માનશે નહિ; એ જ કારણે તેઓ કહે છે કે, “તપ સાચો, પણ આર્તધ્યાન કરવાની શાસ્ત્ર ના પાડે છે માટે આર્તધ્યાન થાય તો તપ કરવો નકામો છે; આપણે તો-શુભ ધ્યાન રાખવું, આત્માના પરિણામ બગાડવા નહિ. ખાધા વિના ન ચાલે તો ખાઈ લેવું.