________________
613 * -- ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 – ૪૩ રાતે ખાવાની મરજી થાય તો પણ ખાઈ લેવું પણ દુર્બાન ન કરવું. આર્તધ્યાન થાય માટે ઇચ્છા પર અંકુશ મૂકવાની જરૂર નથી; જે વખતે જે ભાવના થાય તે વખતે તે રીતે વર્તવું, જેથી આત્માના પરિણામ બગડે જ નહિ અને મોક્ષ અટકે જ નહિ.' આ પ્રમાણે કહેનારાઓ શ્રીસંઘમાં કઈ રીતે રહી શકે ? એ વિચારો ! આવું કહેનારા એ લોકો પોતાની જાતને સંઘમાં ગણાવવા માટે કહે છે કે “અમે તપનું ખંડન ક્યાં કરીએ છીએ ?' પણ એવાઓના એ કથન ઉપર ધ્યાન નહિ આપતાં, શુદ્ધ વિવેકબુદ્ધિથી કલ્યાણના કામીઓએ સમજવું જોઈએ કે એવા પ્રકારના કથનથી “તપ ખોટો છે.' એમ શબ્દથી નથી કહ્યું તો પણ ભાવ તો એ જ નીકળે છે. એવું કથન કરનારા પુદ્ગલાનંદીઓએ તપની કિંમત ન કરી, પણ ઇચ્છાનાં અમલની અને ઇચ્છાની ગુલામીની જ કિંમત કરી.
ઇચ્છાની ગુલામીમાં જ સ્વતંત્રતા માનનારા એ લોકો પોતાની એ વાતને મજબૂત કરવા માંટે કહે છે કે, “અમુકમાં જીવ રહી જાય તો આત્મા ત્યાં ઉત્પન્ન થાય, માટે ઇચ્છા મુજબ જ વર્તવું. તપ કરવાથી મન ઠેકાણે ન રહે તો મોક્ષ અટકે, માટે ઇચ્છા મુજબ ખાવું પીવું વગેરે કરવું કે જેથી મન ઠેકાણે રહે અને મોક્ષ અટકે નહિ.' આ રીતે એ બિચારાઓ કાંક્ષાના પરિણામે કુમતના જ ઉપાસક બની ગયા; કારણ કે, “કાંક્ષા' નામના દોષને આધીન થઈ ગયેલા એ લોકોએ માત્ર “આર્તધ્યાન'ને જ પકડ્યું, પણ આર્તધ્યાનનાં કારણો ન જોયાં. ફાવતું પકડનારા આત્માઓ શ્રી જૈનશાસનના રહસ્યને પામી શકતા જ નથી. ‘તપ એ આર્તધ્યાનનું કારણ નથી. પણ સંસારની આસક્તિ જ આર્તધ્યાનનું
કારણ છે.” એમ એ બીચારાઓ નથી વિચારી શકતા. કાંક્ષા એ દોષ જ એવો છે - કે એની આધીનતા થયા પછી આત્માની સારાસારતાનું વિવેચન કરનારી શક્તિ - વિલુપ્ત થઈ જાય છે, અન્યથા શાસ્ત્રકારો તો ફરમાવે છે કે -
જેમ શીત અને આતપ આદિ, ધનના અર્થીઓને દુઃસહ નથી, તેમ સંસારથી વિરક્ત અને તત્ત્વજ્ઞાનના અર્થી આત્માઓને પણ શીત અને આતપ આદિ દુઃસહ નથી.'
આ ઉપરથી સ્પષ્ટ છે કે, સંસારથી વિરક્ત બનેલા અને તત્ત્વજ્ઞાનના અર્થી આત્માઓને તપ એ દુઃસહ નથી, એટલે કે આર્તધ્યાનનું કારણ નથી; બાકી જે આત્માઓને સંસાર એ જ સારભૂત લાગે છે, તે આત્માઓને માટે તો કઈ ક્રિયા એવી છે કે જે ક્રિયા આર્તધ્યાનનું કારણ ન હોય ? અર્થાત્ સંસારમાં १. धनार्थिनां यथा नास्ति, शीततापादिदुःसहम् ।
तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ।।१।।