________________
૪૪
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 614 આસક્ત બનેલા આત્માઓ માટે એવી એક પણ ક્રિયા નથી કે જે આર્તધ્યાનનું કારણ ન હોય ? પ્રભુશાસનનું તપોવિધાનઃ
વળી શ્રી જિનેશ્વર ભગવાને ફરમાવેલો તપ દુઃખરૂપ છે એમ કહેવું એ પણ ઘોર અજ્ઞાનતા છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં તો તપનું વિધાન કરતાં સ્પષ્ટપણે ફરમાવવામાં આવ્યું છે કે –
તે જ તપ કરવો યોગ્ય છે કે જેના યોગે મન અશુભ ન ચિંતવે, જેનાથી ઇંદ્રિયોની હાનિ ન થાય અને જેનાથી યોગો એટલે પ્રત્યુપેક્ષણા આદિ સંયમના વ્યાપારો હીનતાને ન પામે.”
“જેમ આરોગ્યની સિદ્ધિ થતી હોવાથી રોગની ચિકિત્સા કરાવતાં થતી કંઈક કાયાની પીડા બાધારૂપ નથી મનાતી, તેમ અનશન' આદિ તપથી કોઈ દેશમાં અથવા કોઈ કાલમાં ક્વચિત્ જે કાંઈક કાયપીડા થાય છે, તે પણ વાંચ્છિત અર્થને સાધનારી હોવાથી પ્રભુશાસનમાં હૃદયને દુઃખ આપનારી નથી મનાતી.” દીક્ષાનો વિરોધ ક્યાંથી જન્મે છે?
‘અણાહારી પદના અર્થી આત્માઓને અનશનાદિના યોગે ક્વચિત્ થતી કાયપીડા માનસિક બાધાને પેદા ન કરે.' એ વાત શરરના પૂજારીઓ સમજી ન શકે એ સહજ છે. શરીરની પરાધીનતામાં પડેલા આત્માઓને આનંદપૂર્વક ખાવાપીવાની વાત ઝટ ગમે, એ ગમે એટલે કુમતની અભિલાષારૂપ કાંક્ષા થાય અને પરિણામે એ આત્માઓ કુમતમાં પણ પટકાઈ પડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. આજે દીક્ષાની બાબતમાં પણ એ જ બન્યું છે. ભવાભિનંદી આત્માઓને સંસારનો ત્યાગ સહેજે ખટકે. એ ખટકવાના પરિણામે એનાથી વિરુદ્ધના વિચારો તરફ તેઓનું હૃદય સહેજે ઢળે. કોઈ એમ કહે કે, “ત્યાગ ઘણો જ સારો. ત્યાગ કોને ન ગમે ? સૌને જ ગમે. પણ એ ત્યાગ થાય ક્યારે ?' એટલે તરત જ તે તરફ હૃદય ઢળે. “ભુક્તભોગી થયા પછી જ અને બધા રાજી હોય તો જ ત્યાગ થાય.” આ સુમત નથી પણ કુમત છે; તે છતાં પણ ત્યાગથી
१. सो हु तवो कायव्वो, जेण मणो मङ्गलं न चिन्तेइ ।
जेण न इन्दियहाणी, जेण य जोगा न हायन्ति ।।२।। २. यापि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् ।
व्याधिक्रियासमा सापि, नेष्टसिद्ध्यत्र बाधनी ।।३।।