________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
૫૫૩
કરવાનું હવે એમને બાકી રહ્યું. આ જૈન કેમ હોઈ શકે ! એમ કહેવું પડતું હતું તે હવે નહિ કહેવું પડે, કેમ કે આગમ માનતા નથી માટે જૈન નથી એ સાબિત થઈ ગયું. આગમ માટે એલફેલ બોલવાથી આગમના વિરોધી સાબિત થઈ ગયા. આવી કાર્યવાહીથી નામના કોની બગડી ?
1123
આપણે કોઈને ‘એ આવા છે' એમ કહેવાની ઉતાવળ કરીએ જ નહિ. આપણા માટે એ ગમે તેમ કહે તેની પરવા નહિ; પણ કોઈ ડાહ્યા માણસને આપણે કાંઈ કહેવું પડે તેવું કારણ આપણે આપીએ જ નહિ. ‘આ જૈન નથી’ એવું આપણે ન બોલીએ; પણ, આવા હોય તે જૈન, આગમને માને તે જૈન અને આગમને ન માને તે જૈન નહિ' આ કહીએ એટલે કાંઈ બાકી રહે ? જૈનેતર હોય તે પણ સમજી શકે.
શાસ્ત્ર કહે છે કે જિનપૂજા એ સમ્યગ્દષ્ટિની કરણી છે. જિનપૂજન વિના સમ્યક્ત્વ રહે ? આટલી ખુલ્લી વાત કર્યા વિના ચાલે ? જો વગર ક્રિયાએ એમ ને એમ જ બધા સમ્યગ્દષ્ટિ કહેવાતા હોત તો તો બધા સમ્યગ્દષ્ટિ કહેવડાવવા તૈયાર થાત. કોઈ દર્શનનો અનુયાયી પોતાને મિથ્યાદ્દષ્ટિ કહેતો નથી પણ સમ્યગ્દષ્ટિ જ કહે છે. સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધદષ્ટિ. મિથ્યાદૃષ્ટિને પૂછો તો એ પણ પોતાને સમ્યગ્દષ્ટિ જ કહેશે અને પોતાંના દેવને સર્વજ્ઞ અને વીતરાગ જ કહેશે. પછી કોઈ પૂછે કે દેવને આ બધી ધમાલ શી ? તો કહેશે કે એ તો લીલા, આગળની કાર્યવાહીની પંચાંતમાં ન ઊતરે એ વાત જુદી. આ રીતે વિરોધી પણ પોતાને ‘સુ' માને એને કેમ રોકાય ? આપણું કામ તો ‘સુ'નું સ્વરૂપ બતાવવાનું છે.
તો જ મારો-તમારો મેળ જામે !
આલંબન વિના કાર્યસિદ્ધિ નથી. ગૃહસ્થ થવામાં કે વેપારી થવામાં કે નોકરી બજાવવામાં જેમ જોખમદારી સમજો છો તેમ ધર્મી થવામાં જોખમદારી સમજો, તો તમારે અને અમારે મેળ જામે. પછી તમે શિષ્ય થવા માગો તોયે રાખું અને શ્રાવક તરીકે રહેવા માગો તોયે રાખું. અરે ! મા-બાપ તરીકે, ભાઈ તરીકે, સ્નેહી તરીકે, શિષ્ય તરીકે, જે રીતે રહેવા માગો તે રીતે રાખું; પણ ક્યારે ? ધર્મી થવા માટે જોઈતી જોખમદારી સમજો તો. સમ્યગ્દષ્ટિ ઘરબાર કુટુંબ પરિવારમાં જ પોતાનું ન ગુમાવે. એ બધું છોડ્યા વિના શ્રેય નથી એમ કહ્યા વિના સમ્યગ્દષ્ટિ આત્મા ન જ રહે. જિનપૂજન, ગુરુવંદન, જિનવાણી શ્રવણ ન થાય, તે દિવસને એ આત્મા વાંઝિયો માને. આટલું થાય તો તો તમારો અને અમારો સંબંધ ચાલુ ૨હે.