________________
૫૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
...
1124
એવા જૈનો બે ક્રોડ હોય તોયે શું ?
‘હશે હવે ! પૂજા થઈ તોયે શું ને ન થઈ તોયે શું ?’ એમ સમ્યગ્દષ્ટિ ન કહે. શ્રેણિક મહારાજા તથા કૃષ્ણ મહારાજા ત્રિકાળપૂજા કરતા હતા એ યાદ છે ને ? ગુરુવંદન નિત્ય કરતા હતા ને ? તમને ટાઇમ ન મળે ? અહીં બેઠા છે એમાંથી નિરંતર જિનપૂજન કરનારા કેટલા ? વ્રતો લેવાની અશક્તિ કહે, મુનિપણું કે દેશવિરતિ લેવામાં અશક્તિ બતાવે, એ બધું હજી નભે પણ જૈન નામ ધરાવી જિનપૂજન ન કરે એ નભે ? જૈન નામ ધરાવે અને ‘જિનપૂજા થઈ તોયે શું અને ન થઈ તોયે શું ? ન થાય તો હરકત શી ?' એમ બોલે એ ચાલે ? પૂજા ન કરે તે તો ઠીક પણ પૂજા કરનારની ટીકા કરે એવા પણ ઘણા પાક્યા છે. એવા પોતાને જૈન કહેવડાવે તેથી ફાયદો શું ? જેને પેઢીની કાંઈ દરકાર જ નહિ એવાને ભાગીદાર તરીકે રાખવાથી પેઢીને લાભ શો ? જેને જૈનત્વની દરકાર નહિ એવા બે ક્રોડ જૈનો હોય તોયે કામના શા ? એવાથી તો જૈનશાસન વગોવાવાનું જ છે. ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા અને કોઈ પૂછે કે ‘ઉપાશ્રયમાં શું હતું ?' તો એવાઓ તો કહેશે કે ‘કોઈને ઉપાડી લાવ્યા ને દીક્ષા આપી દીધી.' આવું જૈન બોલે ? પેલો તો આવું બોલીને ચાલતો થાય પણ કોઈ અજૈન આવું સાંભળે ત્યારે એને જૈન સાધુ માટે કેવા વિચાર આવે ? અને એમાં એનો દોષ પણ શો ? પણ કોઈ વિવેકી જૈન કહે કે ‘ના ભાઈ ના, કોઈને ઉઠાવી નથી લાવ્યા. આ તો અમુક કુટુંબના અમુક ભાઈએ ઉલ્લાસથી દીક્ષા દીધી છે અને તેમના કુટુંબીઓએ અપાવી છે તેની ધામધૂમ હતી,' તો પેલો પણ સાંભળીને પ્રશંસા કરે. કોઈને નિંદા ક૨વાના વિચાર ન આવે. શાસનની હીલના કોણ કરે છે ?
છાપાંઓમાં નિંદા કેમ આવે છે ? એની મેળે ? ના. પેલા નામદારો જ બનાવટી લેખો આપી આવે છે માટે ને ? વળી પાછા એ જ નબીરાઓ હીલના થવાની બૂમો મારે છે. હીલના કરનારા પણ એ અને બૂમો મારનારા પણ એ જ. નાટક તો એવું ચાલે છે કે ન પૂછો વાત ! એક ગામમાં કોઈને દીક્ષા અપાતી હોય ત્યાં ઉપાશ્રયમાં જ જો બધી વાટાઘાટ કરવામાં આવે તો તો ત્યાં જ બધું પતે પણ આજે તો શું થાય છે ? ગામમાં ચાર પંચાતિયા તદ્દન ફુરસદવાળા હોય. કોઈની દીક્ષાની ખબર પડે કે એ પરગજુઓ આળસ ખંખેરી ઊભા થાય. તપાસ કરે ત્યારે ખબર પડે કે માબાપની તો અનુમતિ છે. એટલે પૂછે કે પણ સાત પેઢીમાં કોઈ વાંધો લેનાર છે કે નહિ ? એવાં એક-બે નામ શોધી કાઢે પછી બહારગામ પેલાનાં સગાંવહાલાંઓને એ નામે તા૨ા કરે. તા૨માં શબ્દો કેવા લખે ! ‘ભયંકર જુલમ, સાધુઓનો અત્યાચાર, જલદી આવો.' તાર મળે એને ન આવવું હોય તોયે લોકલાજે સ્નેહી તરીકે ગણાવવા આવવું પડે. એને થાય કે ચાલ, ત્યારે જઈ