________________
૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
652. જેનામાં ક્ષમા ધર્મ આવ્યો તેને પહેલું ફળ તો એ જ મળે છે કે, તેની શાંતિ કદી જ ન જાય, પણ જેઓ એ ધર્મના રહસ્યને સમજી શકતા નથી, તેઓ કહે છે કે, “ક્ષમા રાખી, તો સામો બે ગાળ દઈ ગયો ને ? આંખ લાલ કરી હોત તો ગાળો દેત ? કેવી વિચિત્ર વાત છે ? પેલાએ ગાળ દીધી એ શું ક્ષમાનું ફળ છે ? નહિ જ, કારણ કે, શાસ્ત્ર તો કહે છે કે અશુભોદયે ગાળ ખાવી પડી અને જો ક્ષમા ન હોત તો એને બદલે બાર ગાળો ખાવી પડત અને કદાચ એવું વૈર પણ થાત કે, જે ભવાંતરમાં પણ સાથે આવત. પણ આ બધું એવાઓને જોવું જ નથી ત્યાં શું થાય ? આવા આત્માઓને ધર્મનું ફળ સમજાવવું બહુ કઠિન છે. ભક્તિને સ્થાને ભય શાથી થાય છે?
આથી જ કહું છું કે, ધર્મના સ્વરૂપને સાવધગીરીથી સમજો તો ફળના વિષયમાં કદી જ શંકા નહિ થાય, નહિ તો ડગલે ને પગલે શંકા થવાની અને એના પ્રતાપે ત્રીજા વિચિકિત્સા દોષનું સામ્રાજ્ય છવાયેલું જ રહેવાનું. વસ્તુતત્ત્વને તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતા નથી એ જ કારણે શંકા, કાંક્ષા અને વિચિકિત્સા દેખાતાં નથી; જરા એકાંતે અમને પૂછો તો ખબર પડે. સ્વરૂપ સમજાય નહિ અગર શુદ્ધ વસ્તુ રૂચે નહિ ત્યાં સુધી શંકા થાય જ. શુદ્ધ ધર્મને બદલે સહેલાઈની ઇચ્છાથી બીજે ઢળવાની ભાવના તે કાંક્ષા. “આ કર્યું, આટલું કર્યું પણ કંઈ ન થયું !' એ વિચિકિત્સા ! પ્રથમ ઝીણા દોષની ખબર પડતી નથી, પછી ભયંકર દોષો આવે છે. વસ્તુમાં નિશ્ચળતા થયા વિના બીજું થાય પણ શું ?
ધર્મના ફળમાં સંદેહરૂપ વિચિકિત્સા દોષ તો આજના કેટલાય આત્માઓમાં ડગલે ને પગલે દેખાય છે. સમ્યગદર્શનના સ્વરૂપને સમજવામાં ન આવે ત્યાં સુધી શંકા, કાંક્ષા અને વિચિકિત્સા જવાની પણ નથી. શાસ્ત્ર તો કહે છે કે ત્યાગીના ત્યાગને, ત્યાગીના કષ્ટને સાંભળી પાછા પડવાની મનોવૃત્તિ પણ દોષરૂપ છે. ત્યાગીના ત્યાગને જોઈ ભક્તિ થાય એ તો સમ્યકત્વની નિર્મળતાનું કારણ છે, પણ કંપારી આવે એ તો દૂષણ જ છે. સમ્યગુદૃષ્ટિ આત્મા તો ત્યાગીના ત્યાગને જોઈ ભક્તિ કરે, શિર ઝુકાવે અને ત્યાગીના ત્યાગના દર્શનથી એના હૃદયમાં આનંદની ઊર્મિઓ જ ઊછળે પણ કંપારી તો ન જ થાય.
ત્યાગીના ત્યાગથી ગભરામણ થાય એનો અર્થ શો ? એ જ કે ઊંચી કોટિનો ધર્મ એના હૃદયમાં પ્રવેશી શક્યો નથી અને સહેલાઈમાં એ રંગાયો છે, માટે કઠિનતા દેખાય ત્યાં ભક્તિને બદલે ભય પેદા થાય છે. ખરેખર, ભવથી