________________
← ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 — ૫૧ માફી માગે તો તો લોક જાણે કે, માફી માગવા આવ્યા માટે ક્યાંક ખોટા હશે. આથી સમજો કે, માફી ભૂલની હોય છે. પણ સાચા માટે નથી હોતી. સસ્તુની પ્રરૂપણાની માફી હોતી નથી. ગુરુએ શિષ્યના ભલા માટે ઉપાલંભ દીધો તેમાં શિષ્યને માઠું લાગે, એની માફી હોય ? એ છતાં મિચ્છામિ દુક્કડં દેવાય છે, ત્યાં એ આશય છે કે, ઉપાલંભ દેતી વખતે, જો કદાચ બૂરાં પરિણામ થઈ ગયાં હોય, એની એ માફી છે; બાકી માફી ન હોય. પણ આ બધી વાતોને તે જ સમજી શકે કે, જે જ્ઞાનીઓનાં વચનમાં સંપૂર્ણપણે નિઃશંક હોય.
621
ફૂટી કોડીનીય કિંમત નથી !
અનંતજ્ઞાનીઓના વચન પ્રત્યે સંપૂર્ણ નિઃશંકતાના યોગે જ્ઞાનીઓએ પ્રરૂપેલા માર્ગ કરતાં સહેલા લાગતા અન્ય માર્ગ તરફની રુચિથી અવશ્ય બચવું જોઈએ, કારણ કે,જ્ઞાનીએ કહ્યા કરતાં સહેલા માર્ગ તરફ ઢળી પડવાની રુચિ, એ કાંક્ષા છે. ‘શાસ્ત્ર ગમે તે કહે પણ સમયને અનુકૂળ જ કરવું' એમ કહેવામાં સન્માર્ગનું ઉત્થાપન અને ઉન્માર્ગનું સ્થાપન છે. મહાન આચાર્યોએ પણ અમુક અમુક કાળે અમુક અમુક આચરણા જરૂર કરી છે, પણ તે સઘળી જ શાસ્ત્રથી અવિરુદ્ધ, નિરવદ્ય અને ગીતાર્થોની સંમતિપૂર્વક કરી છે ! સઘળા ગીતાર્થોની સંમતિ વિના અને સાવદ્ય તથા શાસ્ત્રવિરુદ્ધ એવી પણ આચરણા જો કોઈ મોટા : ગણાતાં આચાર્યે કરી હોય, તો પણ તેની પ્રભુશાસનમાં એક ફૂટી કોડીની પણ કિંમત નથી.
આજે રાજા પણ જો કાયદા વિરુદ્ધ કાર્ય કરે છે તો કોર્ટમાં ઘસડાય છે, ન્યાય · મળે કે અન્યાય મળે એ વાત જુદી, પણ કોર્ટે તો ઘસડાય છે ને ? તેમ આચાર્ય એ શાસનના નાયક ખરા, પરંતુ એ પણ શ્રી જિનેશ્વરદેવના કાયદાને આધીન જ, એટલે એમને પણ આજ્ઞાને જોયા વિના વિચાર સરખોય કરવાનો અધિકાર નથી. અયોગ્ય અધિકાર નહિ હોવાનો જ એ પ્રતાપ છે કે, આજે પણ શાસન અબાધિતપણે ચાલ્યા કરે છે. મુક્તિના સાચા માર્ગ કઠિન જ હોય, માટે એથી ગભરાઈને ‘પ્રભુના માર્ગની કઠિનતા બતાવી, બીજે સહેલાઈ અને સુંદરતા બતાવવી' એ કુમતનો પ્રચાર કરવા બરાબર છે. સહેલાઈને શરણે જવાની ભાવના થાય તે કાંક્ષા છે અને એ પરિણામે આત્માને કુમતનો ઉપાસક બનાવે છે. તપની ભાવનામાં પણ શરીરના પૂજારીઓએ એવી દશા ઊભી કરી છે. તપ કઈ રીતે કરવાનો છે ?
સભા : ‘અનશનાદિ તપથી યોગોની શિથિલતા થાય તેનું શું ?'
આ પ્રશ્ન જ અસ્થાને છે, કારણ કે, પ્રથમ જ આપણે કહી આવ્યા કે, ‘મન