________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સ્વતંત્રતાવાદીઓને આવાં બંધનો કેમ ગમે છે ?
અમારે બંધન ન જોઈએ' એવું બોલનારા આજના સ્વતંત્રતાવાદીઓ પોતાનું આ જીવન પૂરું કરવા કેટલાં બંધનો સ્વીકારે છે તે વિચારો ! જન્મથી, અરે ગર્ભથી માંડીને જીવનના અંત સુધી બંધન વિનાનો કોઈ સમય છે ખરો ? માતાના ગર્ભમાં નવ મહિના કે થોડો ઓછો વત્તો સમય જે રહે તે-બંધન ઓછું છે ? એ જગ્યા બહુ સારી રહેવા જેવી છે ? પછી જન્મે ત્યારે દૂધ ક્યાંથી પીએ ? માતાના શરીરમાંથી ને ? એ બંધન નહિ ? પછી સુવાડે ત્યાં સૂએ, ઉઠાડે ત્યારે ઊઠે, ધવડાવે ત્યારે ધાવે, આપે તો લે, આ બધાં બંધન નથી ? ઘોડિયામાં રોયા કરે પણ કોઈ લે નહીં તો શું કરે ? ઘોડિયામાંથી બહાર નીકળવાની એના દેહમાં શક્તિ છે ? સાત-આઠ વરસ સુધી તો કપડાં વિના નાગો પણ ફરે. પણ પછી ?' મારી મરજી, ગ૨મી થાય છે માટે કપડાં નથી પહેરવાં, નાગો જ ફરીશ' એમ કહે તો ચાલે ? એ પણ બંધન જ છે ને ? મોટો થાય એટલે સ્કૂલે સમયસર પહોંચવાનું અને શિક્ષક કહે તેમ કરવાનું બંધન. નોકરીએ ચઢે ત્યારે નોકરીનું બંધન, વેપાર કરે તો દુકાનનું બંધન, સાત વાગે ઊઠીને ચાહ જોઈએ એ પણ બંધન. એ રીતે ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વેપારધંધાની લેતી દેતીમાં, તાર, ટપાલ, હૂંડી, ચેક, આપેલા વાયદા પૂરા કરવા, દીકરા દીકરી વરાવવાં, વેવાઈવેલા સાચવવાં, વ્યવહારિક પ્રસંગો પાર પાડવા વગેરે ક્યાં ક્યાં બંધન નથી, એ તો કહો ? એ બધાં બંધન તેમને પરવડે છે પણ નથી પરવડતાં એ બંધનો કે જે આત્માને વિલાસી મટાડી વિરાગી બનાવે.
૬૦૮
1178
ખર્ચ આવક જોઈને કરવો પડે છે. શ્રીમંત માણસ રોજ રસ રોટલી જમે અને સામન્ય માણસ આખી મોસમમાં બે-ચાર વખત જમે, કેમ ? એને નથી ભાવતી માટે ? ભાવે તો છે પણ પૈસા નથી, આ બંધન નથી ? ગમે તેમ વર્તવાથી ઘરેય ન ચાલે અને પેઢી પણ ન ચાલે. પેઢી પર બેસી ભાવ કહેવામાં પણ બજારભાવનું બંધન. ત્યાં પોતાના ઘરના ભાવ બોલે કે ગપ્પાં મારે એ ચાલે ? વળી વેપારીનો વહેવાર આજે કેવી રીતે ચાલે છે ? કોઈના પાંચસોનો વાયદો પૂરો થતો હોય તો બીજાના લાવીને પણ એને આપે, અને પછી મુદત થયે ત્રીજાના લાવી બીજાને આપે, આ રીતે વાયદા સાચવવા પડે એ બંધન નથી ? આ રીતે પેઢી ચલાવી હોશિયારીથી બસો-પાંચસો મેળવે તે પેટખાતે જમા કરે. બે પૈસા ધીરનારને ‘આવો શેઠ’ કહીને ગાદીએ બેસાડવો પડે અને સાચી-ખોટી ખુશામત કરવી પડે, એ પણ બંધન છે ને ? આ બધાં બંધન ગમે છે