________________
૪૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
616
ભવાભિનંદી આત્માઓને એ વાત ઝટ રૂચી જાય છે અને એથી કહેવાય છે કે, “સારા કામમાં કોઈને પણ દુઃખ શા માટે ?' પણ આની સામે અમે પણ એમ જ કહીએ છીએ કે, “કામ સારું છે, તો હો-હા કરનારાઓ દુઃખ કરે છે કેમ ?” પણ સમજો કે, અજ્ઞાન અને મોહવશ આત્માઓને દુઃખ ન થાય એ સંભવિત નથી. કારણ કે મોહવશતા અને અજ્ઞાનતાના યોગે એમને સારી વસ્તુ સારી લાગતી જ નથી. એથી એ અસંભવિતને સંભવિત બનાવવાની કપોલકલ્પિત અને એક. ક્ષણ પણ ન ટકી શકે તેવી દલીલો લાવીને, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસાર જે રૂઢ માર્ગ હોય તેનાથી વિપરીત વાત કરવી, એ માર્ગને બંધ કરવાની વાત છે,. તેથી જ તે કુમતવાદ છે અને એમાં ઢળવું તે સમ્યકત્વને નષ્ટ કરનાર અનેક દોષોનું પ્રગટીકરણ થાય છે, કારણ કે, એવી કક્ષાના યોગે તરત જ એમ થાય કે, “ભગવાનની આજ્ઞા આવી તે હોય ? એવી શંકા થાય અને તેવી શંકાના પરિણામે કુમત તરફ ઢળતાં અને કુમતને અપનાવતાં વાર લાગતી નથી. ' મમતાના તારથી ચાલતો સંસાર : .
સભાઃ ‘સાહેબ ! પણ દીક્ષા લેનારની પાછળ અમુક રડે કરે એનું પાપ કોને ?”
વિધિ મુજબ દીક્ષા લેનારની પાછળ જેઓ રડે, તેનું પાપ રોકનારાઓને જ લાગે. જેમ મરનારો મરતી વખતે બધાને હૃદયથી વોસિરાવીને ગયો હોય, તો પાછળના ગમે તેટલું રડે તોયે એનું પાપ એને નથી લાગતું.
સભાઃ શું ન વોસિરાવ્યા હોય તો મરનારને પણ પાપ લાગે ?
હા ! જરૂર લાગે. અરે, દીક્ષા લેનાર પણ જો પોતાના કુટુંબમાં મમતા રાખે તો કુટુંબીના રુદનાદિનું પાપ એને પણ લાગે. સંવાસાનુમતિ શ્રાવક, માત્ર ઘરમાં ખાય પીએ, બાકી ધર્મ જ કરે. સલાહ પણ કશી ન આપે તોયે એને સાધુ નથી કહ્યો, કેમ કે, એમાં મારાપણું બેઠું છે. મારાપણું જેમાં હોય તે ચીજ ગમે ત્યાં જાય પણ તેના પાપની ભાગીદારી બેઠી જ છે.
કંપનીમાં પચાસ ભાગીદાર હોય એમાં ભલે ઓગણપચાસ ઘેર રહેતા હોય, પણ ખોટ બધાને ભરવી પડે ને ? દૃષ્ટાંત તરીકે એક જણ ચપ્પ મૂકીને મરી જાય. એ જો મનથી તક્યું ન હોય તો તેનાથી થતી કાર્યવાહીનું પાપ મરનારને લાગે છે, પણ જો તજીને મરે તો ન લાગે. સમજો કે, એક ચપ્પા ઉપર તમારું નામ હોય. ભલે એ ચપ્પ બીજા પાસે હોય અને બીજાએ એ ચપ્પાથી કોઈનું ખૂન કર્યું, ખૂની નાસી ગયો, પછી પોલીસ પકડે કોને ? પોલીસ તમને જ પકડે કે બીજાને ? પછી તમે સાબિત કરો કે દસ દિવસ પહેલાં એ ચપ્પ બીજાને આટલા જન સમક્ષ વેચવામાં આવ્યું છે અથવા તો તમે આપ્યું કે ગુમ થયું છે અને તે