________________
617 – ૪ઃ સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 – ૪૭ • વખતે તમારી માલિકી નહોતી એમ પુરવાર કરો તો જ તમે છૂટો, નહિ તો નહિ જ, કેમ કે, નામ તમારું એમાં રહ્યું છે ને ? એ જ રીતે દુનિયાની કોઈ ચીજમાં મમતા રહે તો પાછળના કાર્યની ભાગપરંપરા ચાલુ છે, માટે તો છેલ્લી વખતે ભવોભવનાં પાપનું મિચ્છામિ દુક્કડ દેવાય છે. છેલ્લે તો બધું છોડવું જ પડે છે, તો પછી હૃદયથી શા માટે ન છોડવું ?
'હૃદયથી છોડ્યા સિવાય પાપની પરંપરા છૂટતી જ નથી મરનાર, ટ્રસ્ટીને વ્યવસ્થા કહી જાય તો એના કહ્યા મુજબ લાભ-હાનિ એને; પછી ટ્રસ્ટી ફેરફાર કરે તેમાં એને લાગતુંવળગતું નથી. દુનિયાની ચીજ પ્રત્યે જે મમત્વ છે તેનું જ પાપ એને છે. જેને તજીને જાય તે માટે કંઈ લાગે-વળગે નહિ.
દીક્ષા લેનારને પણ બીજાઓ મારો માનીને રૂએ છે અને દીક્ષા લેનાર પણ તેઓને “મારાં માને, એટલે એ મમતાનો તાર પરસ્પર સંધાય અને એમ થાય તો એને પણ એનું પાપ લાગે જ. મમતાના તારથી જ આત્માનો સંસાર ચાલે છે. અવિરતિનો ઓઘ આશ્રવ નિયમ વિના બંધ થતો નથી. પાણી તમે શેરબશેર વાપરો, પણ આખી દુનિયાના પાણીની અવિરતિ ઓઘ રીતે તમને લાગુ છે, કેમ કે માનો કે, અચાનક તમે ગમે ત્યાં પહોંચી ગયા અને તૃષા લાગી તો શું તમે નહિ પીઓ ? તૃષા ન લાગે અને ન પીઓ તે વાત જુદી, પણ લાગે તો તો પીઓ જ ને ? એથી જ અવિરતિનું પાપ બેઠું છે. નથી ખાતા એનો નિયમ શા માટે?
સભાઃ જેને માંસાહાર તો ન જ કરે, છતાં પણ તેને પાપ લાગે ? - જૈન , માંસાહાર કરવો નથી, તો નિયમ કેમ નહિ ? અજ્ઞાન અથવા તો વિરતિને નહિ પામી શકવાની અવસ્થામાં નિયમ ન લીધો એ જુદી વાત છે, પણ સમજ્યા પછી અને યોગ્ય અવસ્થાને પામ્યા પછી પણ હેયનો નિયમ કેમ નહિ ? એ નિયમનો અભાવ જ સૂચવે છે કે, કાં તો એવા નિયમો પ્રત્યે શ્રદ્ધા નથી અથવા તો અંદર એવી ભાવના ઘર કરીને બેઠી છે કે, “વખતે ખપ પડે તો!” દૃષ્ટાંત તરીકે સમજો કે, આજે મરજી આવે તે એક-બે શાક ખાવાનાં, પણ બાર મળે તો છોડો ? ન મળવાથી ન ખાઓ એ વાત જુદી પણ વાસના ગઈ નથી. ઘી ન મળે એથી રોટલી લૂખી ખાઓ એ વાત જુદી, પણ જમણનું નોતરું આવે તો ? નિયમ વિનાના દોડ્યા જાય પણ નિયમવાળો જાય ? નહિ જ, તો પછી વિચારો કે નિયમ વગરનાને દોષ કેમ નહિ ? કહેવું જ પડશે કે, દોષ ખરો.