________________
૧૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
754
સભા ‘સાધુ મહારાજ છે ને ?’
તો એ સાધુ મહારાજનો પાક બંધ થાય એવી પેરવી કેમ કરવા માંડી છે ? તમારા રોગોની પોલો ઉઘાડી ન પાડે માટે ? એ કહે છે કે-સાધુઓ અમારી પ્રગતિમાં આડે આવનારા છે; અઢાર પાપસ્થાનકનો હાઉ ઊભો કરી વિકાસ રૂંધી રહ્યા છે, નાની નાની બાબતોમાં હિંસા, જૂઠ, ચોરી કહીને પાપ-પાપનો પોકાર કરી રહ્યા છે, પૈસાટકાને પરિગ્રહ કહીને અને આરંભાદિમાં હિંસા-હિંસા કરીને પ્રગતિની આડે દીવાલો ઊભી કરી રહ્યા છે. આ કારણથી તો સાધુઓ આજે એમની આંખમાં કણાની જેમ ખટકી રહ્યા છે.
સભા એ કહે છે કે, જૈન સમાજનું નિકંદન સાધુઓએ કાઢ્યું છે.’
એ ભલે કહે પણ તમે સમજી રાખો કે સમાજનું નિકંદન સાધુઓએ નહીં પણ એ રખડતા લોકોએ જ કાઢ્યું છે. સમાજનું ધર્મરૂપી ધન એ લૂંટારાઓએ જ લૂંટ્યું છે. મંદિર તથા સાધુ પ્રત્યેની અવિચળ પૂજ્ય ભાવનાનો નાંશ એ જ શ્રદ્ધાહીનો કરી રહ્યા છે. શ્રી વીતરાગ પ૨માત્માની મૂર્તિ પ્રત્યે અવજ્ઞાભાવ પેદા કરનારા એ જ દુરાત્માઓ છે. શ્રી જિનેશ્વરદેવનાં મંદિર, મૂર્તિ, આગમ, સાધુ વગેરેને માનવામાં જૈનત્વ છે. એ જૈનત્વનો નાશ કરવા માટેના એમના પ્રયત્નો છે. એનાથી બચવા માટે સુંદર પરિણામની ધારાનો ઉપાય આપણે લેવો જોઈએ. દૃઢ સમ્યક્ત્વને પરિણામની ધારાથી આપણે રૂઢ કરવું એ કરવા માટે જે જે ભૌતિક પદાર્થો આપણને ઇષ્ટ છે તેને અનિષ્ટ માનવા પડશે. એ માટે જ સુવિહિતશિરોમણી સૂરિપુરંદર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહેલી ભાવના તથા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ કહેલા શ્રાવકના મનોરથો હું તમને કહેવાનો છું.
સમ્યગ્દર્શન રૂપી પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ કરવાનો પ્રયત્ન છે. એ સમ્યગ્દર્શનની સામે સંઘના નામે એલફેલ બોલનારાઓ સાથે આપણને કાંઈ મેળ નથી. એવા સંઘનો ઇનકાર કરવાના અને એવી સત્તાને ભૂશાયી કરવાના પ્રયત્નો કરવાની આપણી ફરજ છે અને એ ફરજ બજાવતાં કજિયાખોરના ઇલકાબને સુખપૂર્વક વધાવી લેવા આપણે તૈયાર છીએ. એ માટે વિશેષ વર્ણન હવે પછી.