________________
1079 – ૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે !-74 –– ૫૦૯ અનુમોદના રહી પણ કરવું-કરાવવું તો બંધ થયું ને ? જો એમ ન કરે અને ત્રણેય સાથે કાબૂમાં આવે ત્યારે જ ક્રિયા આદરું એમ નક્કી કરે તો એ રખડે. અભ્યાસથી મન જિતાય.
બાળકને સામાયિકમાં બેસાડો અને કહો કે અડતાલીસ મિનિટ બેસી રહેવાનું. એ બોલે, ચાલે, ઊંચોનીચો થાય પણ ત્યાં જ બેઠો બેઠો ને ? એવું થોડા દિવસ કરે પછી હલચલ ઓછી કરે, હાથમાં માળા લેતો થાય, પછી પુસ્તક ઉઘાડી વાંચતો થાય પછી મહિને દહાડે એ પોતે કહે કે સામાયિકમાં કોઈ ગાળ દઈ જાય તોયે આપણે ન બોલાય. આ સ્થિતિ શાથી ? અભ્યાસથી. અભ્યાસના યોગે આત્માનો ગુણ ખીલે. શરૂઆતમાં જ કાંઈ બધા ગુણ ન ખીલે. કોઈ કોઈ શ્રી તીર્થકર દેવનો આત્મા પણ ચડ્યો, પડ્યો, ચડ્યો, પડ્યો, એમ કરતાં એ તીર્થકર થયા, તો આપણે કોણ ?.
સભા: “કાંઈક આકરો ઉપાય બતાવો !”
ચૂંટી ખણીને મનને મનાવવું એ જ આકરો ઉપાય છે. શ્રી આનંદઘનજીએ કહ્યું કે :
સુરનર પંડિત જન સમજાવે,
સમજે ન માહરો સાલો.. જંગલી જાનવરો પણ મનુષ્ય સાથે ગેલ કરતાં શીખ્યાં એ કોણે શીખવ્યાં ? એ કામના કસબીઓએ. સિંહ, વાઘ કે ચિત્તો મનુષ્યની ગંધ સહે ? છતાં મનુષ્ય સાથે ગેલ કરે છે એ શાથી ? મનુષ્ય સિંહની છાતી પર ચડી બેસે, સિંહને જીત્યો એમ બતાવે, જોનારા હજારો તાલીઓ પાડે છતાં સિંહ એ બધું સહે છે એ શાથી ? ઊઠ કહેતાં ઊઠે છે અને બેસ કહેતાં બેસે છે; એની ક્રૂરતા, એનો ગુસ્સો અને એની હિંસા વગેરે ક્યાં ગયાં ? એનું નખનું, દાંતનું, દાઢનું ઝેર ક્યાં ગયું ? મદારી સર્પને ફોવે તેમ રમાડે છે ! હજારોની વચ્ચે માણસ એ સિંહનો આજે જેમ કાન પકડે છે તેમ પહેલાં પકડ્યો હોત તો ? છૂટો મૂકે તોયે કાંઈ ન કરે, હજારો લોકો “વન્સ મોર' કરે તોયે અને તાલીઓ પાડે તોયે એવો ન એવો શાંત રહે. જાણે એને કાંઈ અસર જ નહિ. જંગલમાં મળ્યો હોય અને એમ કર્યું હોય તો ?
સભાઃ “એ તો ટેવાયેલા સાથે જ એમ વર્તાય ને ?”
જેમ વધુ ટેવાય તેમ એ સિંહ પણ કૂતરા જેવો થાય. ઉંદર બિલાડી અને કૂતરાને જન્મજાત વૈર હોય છે પણ ઘણા ગૃહસ્થોને ત્યાં કૂતરાં-બિલાડાં ભેગાં રમે છે. શાથી ? જાતિ વૈરવાળાંને પણ જન્મથી એકબીજા સાથે ગોઠવી દીધાં