________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ગયા હશો કેમ ? માનવજીવન મોજશોખ માટે છે ? ખાન-પાન માટે છે ? પાંચપચાસ લાખ મેળવવામાં, મોટ૨-ગાડી દોડાવવામાં કે ઇચ્છાનુસાર વર્તવામાં માનવજીવનની સફળતા છે એમ ? માનવજીવનની સાર્થકતાને અંગે તમે કર્યું શું એ તો કહો !
૮૪
654
કડવા શબ્દો અનેક રીતે કહેવાય. દુશ્મનદાવે પણ કહેવાય અને દયાભાવે પણ કહેવાય. બચાવવા પણ કહેવાય અને હબકાવી મારવા પણ કહેવાય. આ હું દ્વેષથી નથી કહેતો, પણ દયાથી કહું છું. તમે દયાપાત્ર છો એમ તમને લાગે છે ખરું ? માનવજીવનની સાર્થકતા કરવાને બદલે તેનો નાશ કરી રહ્યા છો, એમ તમને જણાય છે ખરું ? માનવજીવનમાં કરવા લાયક ચીજ કઈ ? ત્રણ ચીજ કહી હતી તે યાદ છે ? એટલુંય યાદ રાખતા નથી ! આવા વિદ્યાર્થી પરીક્ષામાં શી રીતે પાસ થાય ? સ્કૂલમાં તો શિક્ષક આવા વિદ્યાર્થીને અંગૂઠા પકડાવે પણ અહીં તો એવું કાંઈ છે જ નહિ.
હું રોજ સામાન્ય રીતે એકની એક વાત ફરી ફરીને કહું છું. પહેલાંનું જુદા શબ્દોમાં કહી પછી થોડું નવું આગળ કહું છું. છતાં યાદ ન રહે એ વિદ્યાર્થી કેવા ? આટલો વખત સાંભળ્યા પછી યાદ ન રાખો તો તમે ટોણા મારવાને યોગ્ય કે પંપાળવાને યોગ્ય ? તમને તમારાપણાનું ભાન નહિ થાય ત્યાં સુધી ડાહ્યા માણસોના શબ્દોની કિંમત નહિ સમજાય. શબ્દોની કિંમત સમજાયા વિના મહાપુરુષોની મહત્તા નહિ સમજાય. તમે તો માન્યું કે; ધર્મની વાતમાં મરજી મુજબ છૂટછાટ ચાલે, પણ ધર્મના અભાવે માનવજીવનનાંય દોઢિયાં નહિ ઊપજે ! કેટલાય સડીને રાખ થઈ ગયા. અનંતકાળે અનંત પુણ્યરાશિએ માનવજીવન મળ્યું છે, એ એળે ચાલ્યું જશે તો પછી રોવું પડશે; પૂર્વનું પુણ્ય હોય ત્યાં સુધી ભલે મ્હાલી લ્યો ! અત્યારે તો પૂર્વનું પુણ્ય જાગતું છે માટે કોઈ પૂછનાર નથી ! એ પુણ્યયોગે બધા તમારા પર આંખ ઢાળે છે ! એ પુણ્યયોગે કેટલાક સાધુ પણ તમને તમારા આત્મનાશક દુર્ગુણો કહેતાં ખચકાય છે ! સાધુને પણ એમ થાય કે, ‘વખતે ખસી જાય તો !' એમાં થોડી દયા પણ હોય કે, ‘આટલુંયે કરે છે તે નહિ કરે !' પણ એ રીતે સાધુ અંજાય એમાં તમારો નાશ નિર્માય છે. મળેલા પુણ્યનો આ ભોગવટો નથી થતો પણ દેવાળું નીકળે છે. દુનિયામાં પણ સાચો વેપારી તે કહેવાય છે કે જે વ્યાજ મેળવીને યા વેપા૨ીથી કમાઈને ખાય પણ મૂડીને આંચ ન આવવા દે; મૂડીને આંચ આવવા દે તે વેપારી નથી કહેવાતો. તો હવે તમે કહો કે, તમે જે મૂડી લઈને આવ્યા છો તે કાયમ રાખવી છે, ખાઈ જવી છે, વધારવી છે કે ખાડો પાડવો છે ?