________________
૨૯ : સાવધ રહેવાની જરૂર
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ દ્વિ. ૮, શુક્રવાર, તા. ૨૧-૨-૧૯૩૦
♦ સમ્યગ્દષ્ટિ માટે સંસારની ક્રિયા દુષ્કર-મોક્ષની ક્રિયા સુકર :
♦ સમ્યગ્દષ્ટિને ખટકે શું ?
જૈનશાસનની ત્યાગભાવના :
• સમ્યગ્દષ્ટિને દુઃખ શાનું ?
♦ સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન-અજ્ઞાન :
♦ મુનિપણું સંસાર ત્યજે ત્યારે આવે અને સમ્યગ્દર્શન સંસાર ન ગમે ત્યારે આવે :
·
જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધ :
♦ ઉપદેશકનું કર્તવ્ય :
• બહાદુર કોણ ?
♦ ત્યાગનું ધ્યેય :
પ્રભાવના શામાં ?
- દરેક વસ્તુને પૈસાના માપે ન મપાય સિદ્ધગિરિની યાત્રા બંધ થઈ ત્યારે !
એ લૂંટારાઓથી સાવધ રહેજો ! એ-મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને પ્રપંચી છે :
69
સમ્યગ્દષ્ટિ માટે સંસારની ક્રિયા દુષ્કર-મોક્ષની ક્રિયા સુકર :
અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર મહારાજા ફરમાવે છે કે-શ્રી સંઘરૂપ મેરૂની વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. એ દૃઢતાને રૂઢ કરવા અર્થાત્ એ પીઠમાં રૂઢતા લાવવા માટે પ્રતિસમયે શુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન ક૨વું જોઈએ. પરિણામની ધારાનું નિરૂપણ કરતાં ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' નામના ગ્રંથમાં પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-“તત્ત્વની શ્રદ્ધા જેને થઈ તે આત્મા સંસારસાગરમાં ૨મે નહિ .” કેમ ન ૨મે ? કારણ કે-નેત્રનો રોગ જવાથી જેમ માણસ વસ્તુના વાસ્તવિક રૂપને જોઈ શકે છે, તેમ મિથ્યાત્વરોગ નાશ પામવાથી એ આત્માને સંસાર છે તેવો દેખાય છે અને સંસાર છે તેવો દેખાવાથી એને સંવેગ પેદા થાય છે.