________________
૬ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46
જે વ્યક્તિ એ પાંચે પ્રકારના દોષોથી બચવાની પોતાની ફરજ નથી સમજતી અને એ ફરજને સમજનાર તરફ કુદૃષ્ટિથી જુએ છે, તે વ્યક્તિ આપોઆપ જ પોતાની જાતને શ્રીસંઘથી અલગ તરીકે જાહેર કરે છે.
647
66
પીઠરૂપ સમ્યક્ત્વને દૂષિત કરનાર દૂષણોથી ઇરાદાપૂર્વક અલગ નહિ રહેવું અને શ્રીસંઘમાં ગણાવું એ ખરે જ દંભની પરાકાષ્ઠા છે. ગમે ત્યારે પણ શ્રીસંઘની વ્યવસ્થાને શિથિલ બનાવનારા જો કોઈ પણ હોય તો તેવા જ આત્માઓ છે. શંકાદિથી રિબાતા અને અન્યને પણ એ દૂષણોથી દૂષિત બનાવવાનો પ્રયત્ન કરનારા આત્માઓ, શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠમાં જ પોલાણ કરનારા છે. એવા પાપાત્માઓની છાયાથી પણ દૂર રહેવું, એ પ્રત્યેક જૈનની આવશ્યક અને અનિવાર્ય ફરજ છે. શક્તિ હોય તો તો એવા પાપાત્માઓને તેમ કરતાં અટકાવવા માટે સઘળું જ કરી છૂટવું જોઈએ, પણ તેવી તાકાત જો ન જ હોય તો તેવાઓની છાયાથી પણ દૂર રહેવાની જ ફરજ છે. તેનાથી તો ભ્રષ્ટ ન જ થવું જોઈએ.
‘વિચિકિત્સા' દોષની ઓળખાણ :
બે
શ્રીસંઘરૂપં સુરગિરિની શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠમાં પોલાણ કરનારા પાંચ દોષો પૈકીના પ્રથમ બે દોષો જે ‘શંકા’ અને ‘કાંક્ષા' એ બેનું સ્વરૂપ વગેરે આપણે જોઈ આવ્યા. એ ઉપરથી એ વાત નિશ્ચિત થઈ ગઈ કે, તેવા પ્રકારના ક્ષયોપશમાદિના અભાવે જ્યાં સુધી આત્માને સ્વાભાવિક વસ્તુનો ખ્યાલ ન થયા, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના વચનમાં વિશ્વાસ ન બેસે અને એનું નામ તે શંકા, તેમજ અન્ય દર્શનની અભિલાષા તે ‘કાંક્ષા.’ આ બે દોષો પછી ત્રીજો દોષ છે ‘વિચિકિત્સા.’ એ ‘વિચિકિત્સા' દોષનું લક્ષણ અને સ્વરૂપ આદિ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
“વિચિકિત્સા એટલે ‘ચિત્તનો વિપ્લવ’ યુક્તિ તથા આગમ એ ઉભયથી ઉત્પન્ન એવા શ્રી જિનધર્મની હયાતી હોવા છતાં પણ ‘રેતીના કોળિયાની માફક સ્વાદરહિત એવા મોટા આ તપરૂપ ક્લેશની ફલસંપત્ ભવિષ્યકાલમાં થશે કે નિર્જરા ફલથી રહિત એવું આ તપકર્મ માત્ર ક્લેશરૂપ જ છે.’ આવા પ્રકારની વિચારણા એ વિચિકિત્સાનું સ્વરૂપ છે.”
१. "विचिकित्सा चित्तविप्लवः, सा च सत्यपि युक्त्यागमोपपत्रे जिनधर्मेऽस्य महंतस्तपः क्लेशस्य सिकताकणकवलवन्निः स्वादस्यायत्यां फलसम्पद्भवित्री अथ क्लेशमात्रमेवेदं निर्जराफलविकलમિતિ ?