________________
૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55
એક આચાર્ય જંઘાક્ષીણ થયા હતા-એ નગરમાં દુષ્કાળ પડ્યો. તમામ સાધુને વિહાર કરાવ્યો. પોતે વિહાર ન કરી શક્યા તેથી ત્યાં જ રહ્યા. બે બાળ સાધુ આચાર્યનો વિરહ ન સહી શકવાથી થોડે જઈ પાછા આવ્યા. આવીને કહ્યું કે-‘ભૂખે રહીશું પણ આપને છોડીને જઈશું નહિ.’ એમ કહીને ત્યાં જ રહ્યા.
781
―――――――――
૨૧૧
હવે આહાર વિના ચાલે કેટલા દિવસ ? તેમની પાસે આંખમાં આંજવાથી અદૃશ્ય થઈ જવાય તેવું અંજન હતું. અંજન આંજી અદૃશ્ય થઈ એ બેય બાળ સાધુ રાજમહેલમાં જાય અને રાજાના ભાણામાંથી જમીને આવતા રહે. આ વાતની ગુરુને પણ ખબર નથી. રાજા એકલો લે કેટલું ? ત્રણ જણને થાય તેટલો ખોરાક લેતાં લજ્જા આવે. ભૂખ્યો રહેવા લાગ્યો-શરીર ક્ષીણ થવા લાગ્યું.
મંત્રી પૂછે છે કે આમ કેમ ?
રાજા કહે કે ‘શું કહું ? આહાર અધ્ધર ઊપડી જતો હોય એમ લાગે છે.’ મંત્રી બુદ્ધિશાળી હતો. ભોજનના સમય પહેલાં મહેલમાં અળતો પથરાવ્યો. પેલા બે મુનિ આવ્યા એટલે પગલાં પડ્યાં તે દીઠાં-તરત ધુમાડાના ગોટા કર્યાઆંખમાં પાણી સાથે અંજન નીકળી ગયું કે મુનિ દેખાયા. મંત્રી ચોંક્યો કે આ તો ગજબ થયો ! આ તો જૈન મુનિ અને રાજા અત્યારે કોપે તો શું થાય ? વિચક્ષણ મંત્રી તરત રાજાને કહે છે કે- આપ તો મહા ભાગ્યવાન કે આવા પુણ્યવાન્ મહર્ષિઓ આપના ભાણામાં જમે છે. આવા મહાત્માઓ આંગણે ક્યાંથી ? જે સ્વયં આપને પાવન કરવા પધારે. આપના પુણ્યની અવધિ નથી.' રાજાનો કોપ ત્યાં રસોડામાં જ શમી ગયો અને વાત ક્યાંય બહાર ન ગઈ. પછી ગુરુ પાસે આવી મંત્રીએ કહ્યું કે- ‘કૃપાળુ ! આવા ચોટ્ટા શિષ્યોને રખાય ? મારી જગાએ બીજો હોત તો ફજેતી કેટલી થાત ? અને સાધુઓની હાલત શું થાત ?'
આચાર્ય મંત્રીને કહે છે કે- મંત્રીશ્વર ! એ તારા પાપે ચોર બન્યા છે. આવા ભયંકર દુષ્કાળમાં સાધુઓની ખબર લેવાની તારી ફરજ ન હતી ? કદી દુષ્કાળમાં આવીને પૂછ્યું કે શી રીતે ચાલે છે ?' મંત્રીએ તરત ભૂલ કબૂલી માફી માગી-મંત્રીના ગયા પછી આચાર્યે શિષ્યોને ધમકાવીને કહ્યું કે-‘આટલા માટે રહ્યા હતા ? જલદી વિહાર કરી જાઓ !' શિષ્યોએ પણ પગમાં પડી માફી માંગી અને વિહાર કર્યો.
શ્રાવક મંત્રીએ રાજા દ્વારા મુનિઓ ૫૨ આવનારી આપત્તિ ટાળી, આચાર્યે શ્રાવક પાસે મુનિઓને હલકા ન પડવા દીધા અને શિષ્યોને પણ ધમકાવીને યોગ્ય રસ્તે વાળ્યા-કેટલા સુધર્યા ? રાજા, મંત્રી ને મુનિઓ બધા સુધર્યા અને આચાર્યે શાસનને દીપાવ્યું.