________________
૩૬ ઃ સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : વીર સં. ૨૪૫૬, વિસં. ૧૯૮૯, મહા વદ-0)), શુક્રવાર, તા. ૨૮-૨-૧૯૩૦
76
• પીઠમાં વૃત્તિ અને મેખલામાં પ્રવૃત્તિ જોવાની : • સમ્યગ્દષ્ટિને ધર્મીકરણીનું વ્યસન હોય : • જે આગમને ન માને તે અમારા નહિ : • મૂર્તિના આલંબનની અનિવાર્યતા : • સાક્ષાત્ તીર્થંકર પાસે છતાં ગૌતમસ્વામી અષ્ટાપદ કેમ ગયા ? • અમે “ક-ખ' કયા બાળકને ભણાવીએ ?
તમે જેને માનો એનાં વખાણ કરનારને પણ ઓળખી લેજો ! • ઉપકારીનો ઉપકાર પણ વિવેકપૂર્વક મનાય : -
મને ઉથલાવતાં રખે તમે ન ઊથલી પડો ! • આગમ અને આગમની વાત ન માને તે જૈન નહિ : • તો જ મારો-તમારો મેળ જામે ! • એવા જૈનો બે ક્રોડ હોય તોયે શું ? • શાસનની હીલના કોણ કરે છે?
હું મુંબઈ આવ્યો તે પહેલાં.... : : • જરૂર પડશે તો રસ્તા વચ્ચેય વ્યાખ્યાન કરીશું .
પીઠમાં વૃત્તિ અને મેખલામાં પ્રવૃત્તિ જોવાની
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર ફરમાવે છે કેજેમ શ્રી મેરૂપર્વતની પીઠ વજ રત્નમય છે તેમ શ્રી સંઘરૂપી મેરૂ શૈલની વજ રત્નમય પીઠિકા શ્રી “સમ્યગ્દર્શન' છે. મેરૂની પીઠની જેમ એ પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. શંકાદિ પાંચે દોષોના સર્વથા ત્યાગથી એ પીઠ દૃઢ બને છે. પ્રતિસમયે વિશુદ્ધ બનતી પ્રશસ્ત અધ્યવસાયના પરિણામની ધારાનું સતત સેવન કરવાથી એ રૂઢ બને. એ રીતે દઢ અને રૂઢ બનેલી એ પીઠ તત્ત્વની તીવ્ર રુચિથી ગાઢ બને અને તત્ત્વના સમ્યગુ અવબોધથી અવગાઢ બને છે.
હવે મેરૂની પીઠ પર જેમ રત્નજડિત સુવર્ણમય મેખલા છે તેમ અહીં પણ