________________
૯ : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા
વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, મહા સુદ પ્ર. ૩, શનિવાર, તા. ૧-૨-૧૯૩૦
• ગુણરાગીએ કેવા બનવું જોઈએ ?
·
શ્રી જૈનદર્શન જ એક સર્વાંગ સત્ય છે : રત્ન તો રત્નાકરનું જ :
• વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન શ્રી જૈનદર્શનમાં જ :
♦ એ જ કારણે અન્ય દર્શનની પ્રશંસા, એ પણ દોષ છે :
♦ ભાડૂતી લેખકો, ભાટ અને ભાંડથી પણ ભૂંડા :
49
ગુણરાગીએ કેવા બનવું જોઈએ ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની સ્તુતિ કરતાં શ્રીસંઘને સુરિિગર સાથે સરખાવે છે. ‘સુરિગિરની પીઠ, જેમ શ્રેષ્ઠ વજ્રરત્નની છે : તેમ શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠ પણ; સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમયી છે.’ એમ સૂત્રકાર પરમર્ષિ ફરમાવી ગયા. એ સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમયી પીઠને દૃઢ બનાવવા તેમાં દોષરૂપ વિવર ન પડવા દેવાં જોઈએ. જો તેમ થાય તો જરૂર તેમાં કુમતવાસનારૂપ પાણી પ્રવેશે અને તે પીઠ પોલી થાય. તે માટે. પીઠને દૃઢ રાખવા ઇચ્છનારા આત્માએ, ‘શંકા' આદિ પાંચ દોષોનો ત્યાગ કરવો જોઈએ એમ સૂત્રકા૨ ૫૨મર્ષિ ફ૨માવે છે. એ પાંચ દોષો પૈકીના શંકા, કાંક્ષા અને વિતિગિચ્છા.’ આ ત્રણ દોષો આપણે વિચારી ગયા અને ‘મિથ્યામતિના ગુણની પ્રશંસા' નામના ચોથા દોષનું વર્ણન ચાલે છે.
મિથ્યામતિમાં પણ ગુણ તો હોઈ શકે છે. પણ એ ગુણ વાસ્તવિક રીતે પ્રશંસાપાત્ર નથી. એ ગુણથી સમ્યગ્દષ્ટિ આત્માને આનંદ જરૂ૨ થાય. એ ગુણ પોતાના જીવનમાં ઉતારવાની ભાવના પણ સમ્યગ્દષ્ટ આત્માને જાગે પણ એ ગુણને લઈને જેનામાં એ ગુણ હોય તેની, ઉન્માર્ગનો પ્રચાર થાય એ રીતની પ્રશંસા તો ન જ કરાય. આથી સ્પષ્ટ છે કે, આપણને, ગુણ સાથે વાંધો નથી પણ વ્યક્તિ સાથે વાંધો છે : કારણ કે, જે ગુણથી સમ્યગ્દષ્ટિ આત્મા હિત સાથે છે તે જ ગુણથી મિથ્યાદૃષ્ટિ આત્મા, અહિત સાધે છે ઃ તે માટે એવા ગુણવાનની પ્રશંસા ન થાય કે જેના પરિણામે અન્ય આત્માઓ, અયોગ્ય માર્ગે ચઢી જાય. જો