________________
717 - ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51 – ૧૪૭ મોક્ષ એટલે શું?
શ્રી જિનેશ્વરદેવે જે કાંઈ કહ્યું છે તે આત્માના સ્વરૂપને વિકૃત કરનારાં આવરણોને ખસેડી તેનું સ્વાભાવિક રૂપ પ્રગટાવવા કહ્યું છે. મોક્ષ એટલે શું ? મોક્ષમાં કાંઈ મહેલાતો નથી, રૂડારૂપાળાં નગરો નથી કે વાડી વજીફા, બંગલા બગીચા કે હાટહવેલી પણ ત્યાં નથી. ત્યાં કાંઈ પુષ્પની શય્યામાં સૂવાનું નથી. બેસવું, ઊઠવું, સૂવું, નહાવું, ધોવું, ખાવું, પીવું વગેરે કશું ત્યાં નથી. ઇચ્છા થાય અને ન કરી શકાય કે ન મળે તેમ નહિ પણ ત્યાં ઇચ્છા જ નહિ. કોઈ ચીજની જરૂર જ નહિ.
સભાઃ “તેઓ કઈ સ્થિતિમાં રહે ?' '
પોતે જે સ્થિતિમાં નિર્મળ થયા તે સ્થિતિમાં જ રહે તો તેમનું સુખ અનિર્વચનીય છે.
ખાવું એ સુખ નથી. પણ સુધાવેદનીયરૂપ રોગનું ઔષધ છે. એમ સમ્યગ્દષ્ટિ માને છે. ઔષધ કોને જોઈએ ? માંદાને. નીરોગ.ને ઔષધ ન જોઈએ. ઔષધ માનીને ભોજન લેનારો કેટલું છે અને કેવી રીતે લે ? દુનિયા જે ચીજોમાં સુખ માને છે તે બધી ચીજોને સમ્યગુદૃષ્ટિ ઔષધ માનીને સેવવી પડે તો સેવે. જેને ઔષધ માને તે કઈ રીતે સેવાય ? આજે તો ઔષધ નહિ પણ સુખનાં સાધન માનીને સેવાય છે. દુનિયાના કોઈ પણ પદાર્થને સુખનાં માનીને સેવવાં એ જ મિથ્યાત્વ. દેવલોકના સુખને પણ જ્ઞાની દુઃખ કહે છે.
સભાઃ નાશવંત છે માટે જ ને ?
એ તો અહમિન્દ્રો અને મહાપુણ્યવાન દેવો માટે સામાન્ય દેવોમાં તો બીજા પણ ઇર્ષ્યાદિ ઘણા દોષો ભરેલો હોવાથી દુઃખ અનુભવે છે. પોતે ઉત્પન્ન થાય ત્યારે તો આનંદ પામે પણ પછી બીજા દેવોને અધિક સુખી જુએ એટલે હૈયામાં બળતરા શરૂ થાય. ઈર્ષાદિની ધમાધમ ત્યાં પણ ઘણી છે. અહમિન્દ્રો, સ્વરૂપના જ્ઞાતા સમ્યગદષ્ટિ દેવો, શ્રી જિનેશ્વરદેવોના ખૂબ પરિચયમાં આવતા દેવો, એ બધા દેવોને ઈર્ષાદિનાં દુઃખ ઓછાં હોય તો પણ તેમનું પૌદ્ગલિક સુખ એ સંયોગજન્ય સુખ છે માટે દુઃખરૂપ છે. વિયોગ નક્કી છે.
સંસારમાં રહેલો સમ્યગૃષ્ટિ દુનિયાના પદાર્થોને ઔષધ તરીકે ભોગવે. જેથી ભોગવતાં પણ કર્મ ક્ષીણ થાય. શ્રી તીર્થંકરદેવો નિકાચિત ભોગાવલી કર્મના ઉદયે ભોગો ભોગવે પણ તેને રોગ માનીને ભોગવે છે. માટે જ પૂજામાં પણ ગાયું કે –