________________
૨૦૨ - - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
2 ત્યારે વાત છે ને ? આજે તો નિર્ણાયક જમાનો આવ્યો છે. ધર્મભાવના લુખ્ખી થતી જાય છે. પૌદ્ગલિક ભાવનો પારો વધતો જાય છે. પારકાની આશાએ બેસી રહેવા જેવું નથી. આ શાસનમાં રાજા અને રંક બેય સમાનઃ
શ્રીમંત જ ધર્મ કરે અને ગરીબ ન કરી શકે એમ ન માનો ! ધર્મ પૈસાવાળા પણ કરી શકે અને પૈસા વગરના પણ કરી શકે. પૈસાવાળા રહી જાય અને સામાન્ય માણસ વધી જાય, એમ પણ બને. જૈનશાસનમાં રાજા અને રંક બેય સમાન છે. રાજાઓ મુક્તિએ ગયા છે અને રંક પણ મુક્તિએ ગયા છે. બેય નરકે પણ ગયા છે. રાજા હોય કે રંક, જેણે ધર્મ આરાધ્યો તે મુક્તિએ ગયા. ત્યાં મુકુટ કે પાઘડીની શરમ નથી. આ શાસનમાં તો સર્વવિરતિ, દેશુવિરતિ, સમ્યગ્દષ્ટિ, માર્ગાનુસારી, એવા બધા ઇલકાબ છે. શ્રીમાન કે રાજા-એવા ઇલકાબ નથી. ઠીક છે, સમ્યગ્દષ્ટિ અને શ્રીમાન હોય તો બહુ સારું, શ્રાવક અને શક્તિસંપન્ન હોય તો ઘણું મજેનું, ધર્મી પાસે અબજો હોય તો ઉત્તમ, કૃપણ પાસે પરાદ્ધ હોય તોય નકામા-ધર્મી તો લક્ષ્મીને અસાર માને છે. વસ્તુપાલ-તેજપાલ પાસે લક્ષ્મી ઘણી થઈ, શું કરવું એ વિચારવા લાગ્યા. તીર્થયાત્રાએ જવાનું નક્કી કર્યું પણ સાથે ધન કેટલું લેવું ? અનુપમાદેવીની સલાહ માગી-દેવીએ કહ્યું પાછા આવીએ ત્યારે ખાવા જોઈએ એટલું રાખી બાકીનું બધું લઈ લો. ખાવા જેટલું ધન ભૂમિમાં દાટવા ગયા ત્યાં ભૂમિમાંથી બીજું નીકળ્યું. ફરી અનુપમાદેવીને પૂછ્યું કે-હવે શું કરવું ? તો કહે-તમે ભાગ્યવાન છો. આ સૂચવે છે કે લક્ષ્મી તમને છોડવાની નથી. માટે હવે તો બધુંય લઈ લો હતું તે અને નીકળેલું પણ, બધું લઈ તીર્થયાત્રાએ ચાલો અને વાપરો ! શ્રીમંત અને દરિદ્ર બેય ફરજ ભૂલ્યા :
સભા : “આવા ભાવ શી રીતે આવે ?
મંત્ર જોઈએ છે ? લક્ષ્મીની અસારતાનું ભાન આવે તો એવા ભાવ આવે. આજે તો શ્રીમંત અને દરિદ્રી બેયની બૂરી દશા છે. દરિદ્રી લાલચુ બન્યા છે તો શ્રીમંત કૃપણ બન્યા છે. એકને હાડકાં ચલાવવાં નથી અને બીજાને મૂઠી ઉઘાડવી નથી. પેલા પાંગળાને એકેય કદમ ચાલવું નથી તો શ્રીમંત લે-લે કરે પણ હાથમાંથી છૂટે નહિ. એવી દશા છે. બેમાંથી એકેય પ્રશંસાપાત્ર નથી. આવી કફોડી હાલતના કારણે ટટ્ટ વચ્ચે અટક્યું છે. દિવસે દિવસે સંયોગો વિષમ થતા જાય છે. શ્રીમાનને આજે તિજોરીમાં પડેલા લાખને સંભાળવાની ચિંતા વધારે રહે છે. એ માની જ બેઠા છે કે તિજોરીમાં પડેલા પૂછ્યા વિના જશે જ નહિ.