________________
– ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક? - 55 - ૨૦૧ કાર્યવાહી કરી રહ્યા છો તેનાથી ઉન્નતિ થશે કે અવનતિ થશે, એ વિચારવાની જરૂર નથી ? ધર્મની ઉપેક્ષા, વિધિનો અનાદર :
આજે મોટી વિટંબણા તો એ છે કે નિયમિત વ્યાખ્યાને આવનારા, પૂજાપ્રતિક્રમણ-પૌષધાદિ કરનારા, ધર્મ ગણાતા પણ શાસનને સમજ્યા નથી તો વિરોધીઓની વાત ક્યાં કરવી ? આમને જ બે-પાંચ વાત પૂછીએ તો માથાં ખંજવાળે, એક વાતનો સીધો ઉત્તર ન આપી શકે. માન્યતા જ એ કે રૂઢિ મુજબ પૂજા કરી લેવી, વ્યાખ્યાન સાંભળી લેવું, વ્યાખ્યાનમાં સામાયિક કરી લેવી, નવકારવાળી ફેરવવી પર્વતિથિએ પૌષધ કરવો, પડિક્કમણું કરવું; પણ આ બધું એ કરે છે શા માટે, એનો કોઈ સરખો જવાબ મળે ? પૌષધ બધા કરે પણ કોઈએ વિધિ પૂછી ? મારી ક્રિયામાં ક્યાંય ખામી છે કે કેમ, એ પૂછ્યું? પૂજામાં, ચૈત્યવંદનમાં વિધિઅવિધિની વાત પૂછી ? ચૈત્યવંદન કઈ મુદ્રાએ થાય, એ પૂછુયું ? પચાસ વરસથી ધર્મ કરનારની પણ આ દશા ! એટલે કે ધર્મક્રિયાના સ્વરૂપને જાણતા નથી તો બહારનાની વાત જ શી કરવી ? આ બધી ચીજનો અભ્યાસ કરવાની તમને જરૂર કેમ ન લાગી ? વર્ષોથી ક્રિયા ચાલુ છતાં દુનિયાની આસક્તિ ઘટી ? વય વધી, ધર્મક્રિયાના દિવસો વધ્યા પણ મળ્યું શું એ પૂછુયું? * દરેક પેઢી બાર મહિને હિસાબ કરે પછી વેપાર આગળ ચાલે. અહીં બધો વગર હિસાબનો વેપાર નહિ તો, એક ધર્મ એક લાખ અધર્મીની સામે બસ છે. કેમકે એની ભાષા, વાતચીત, વર્તન જ સામાને ચકિત કરી નાખે; પણ ધર્મનું સ્વરૂપ જ ન સમજે ત્યાં શું ? લાંબું તત્ત્વજ્ઞાન ન હોય એ બને પણ જે ક્રિયા કરો તેના હેતુ પણ ન જાણો ? તેની વિધિની કાળજી ન હોય ? ભૂલો કરતો હોય તે કરે જ જાય ? આટલા દિવસથી સમજાવાય છે, છતાં હજી પ્રતિમાજીને જે રીતે ઉપાડતા હોય તે રીતે ઉપાડે જ જાય, એ ઓછા દુ:ખની વાત છે ? એક હાથમાં બબ્બે પ્રતિમાજી પકડે, લેતાં મૂકતાં ખખડાટ થાય એ રીતે લે-મૂકે, એ બધું કેમ સુધરતું નથી ? આ ફક્ત ક્રિયાની જડતા જ છે એવું નથી, ભારે અનાદર પણ છે, બહુમાનનો અભાવ છે; શ્રી જિનેશ્વરદેવની જિનેશ્વરદેવ તરીકેની પ્રતીતિનો અભાવ છે.
સભા: “સૂચક બોર્ડ ન મુકાય ? ટ્રસ્ટીઓ એટલું ન કરે ?”
જરૂર મુકાય. તમે પણ મૂકી શકો છો. એટલું કામ તમે કરો ! જેને જે હિતકર કામ સૂઝે તેનો તે આરંભ કરે. બોર્ડ મૂકવા જાઓ અને ટ્રસ્ટી ના પાડે