________________
-
Do
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – સંસારના વ્યવહારો સાચવવાની વૃત્તિ કે પ્રવૃત્તિમાં જૈનશાસન નથી. દુનિયાદારીના ભોગે ધર્મ સાચવવો એ જ સમ્યગ્દષ્ટિનું કામ છે. - ભગવાન શ્રી મહાવીરદેવે ગમે તેવી આપત્તિ સહીને સંયમમાં સ્થિરતા જાળવી તો કેવળજ્ઞાન મેળવ્યું-શરીર સાચવવા ધ્યાન તથા સંયમ એ પરમાત્માએ ત્યજ્યાં હોત તો ? જે જે આત્માઓ મુક્તિમાં ગયા તે સંસાર તજીને કે સંસાર ભજીને ? આ તો કહે છે કે “અમે છીએ તેવા રહીએ, દુનિયાની સાધના થયા કરે, કુટુંબપરિવાર રિદ્ધિ-સિદ્ધિ અખંડિત રહે, એની સેવામાં જરાયે વાંધો ન આવે અને પ્રભુશાસન પળાય તો ઠીક,” આ બને ? આ બે તો પ્રતિપક્ષી વસ્તુ છે. સંસારને અને મોક્ષને મેળ હોય ? સંસાર છોડ્યા વિના મોક્ષ જોઈએ તે કોણ લાવી આપે ? પ્રતિબંધક વસ્તુને વેગળી મૂક્યા વિના ઇષ્ટ વસ્તુને સાધવાની ભાવના વસ્તુત: વાંઝણી છે; ફળ આપવા સર્વથા અસમર્થ છે. આજે મોક્ષમાર્ગની આરાધના કરનારા એવું માનનારા પાક્યાં છે કે “મોક્ષ જોઈએ તેમાં સંસારને અસાર માનવાની જરૂર શી ?” તેમને પ્રશ્ન છે કે જો સંસારની અસારતાં માનવા તૈયાર નથી તો મોક્ષનું કામ શું? જો સંસાર સારભૂત છે તો મોક્ષ શા માટે જોઈએ ? એ કહે છે કે “મોક્ષની આરાધના તો ઇષ્ટ છે પણ શરતી ધર્મ ન જોઈએ. મરજી મુજબ ધર્મ કરીએ.” મરજી મુજબના વર્તનને ધર્મ ગણાય ?
કહે છે કે અમે પૂજા કરીએ છીએ તો ધર્મી કેમ ન કહો ? શા માટે કરીએ છીએ એ ન પૂછો; એ ચાલે ? શાસ્ત્ર કહે છે કે હેતની શુદ્ધિ વિના ધર્મની શુદ્ધિ નથી. માટે તો હેતુની શુદ્ધિ ન હોય તો વસ્તુત: તે ધર્મી નથી. જો ધર્મક્રિયા કરવી હોય તો એ ધર્મક્રિયાના શાસ્ત્ર બતાવેલ વાસ્તવિક હેતુને માન્યા વિના ચાલે નહિ. | ઉન્નતિ સાધવાના પ્રયત્નોની વાતો કરે અને એમને પૂછીએ કે ઉન્નતિ થાય શાથી ? તો કહે કે “એ જોવાનું કામ અમારું નથી' આ ચાલે ? આજે ચોમેરથી બેકારી, ગરીબાઈ, રોગ, દુ:ખ વધ્યાની બૂમો સંભળાય છે. એ કબૂલ, એનો નાશ કરવો જોઈએ એ પણ કબૂલ પણ આ શાસ્ત્ર એમને પૂછે છે કે એ બધું શાથી છે ? દુનિયામાં બે ચીજ છે. શ્રીમંતાઈ અને દરિદ્રતા, સુખ અને દુઃખ, રોગ અને નીરોગીપણું આ બેયમાં હેતુ વિના જ બધું બને છે ? વગર માટીએ ઘડા બને ? હેતુ વિના દુઃખ દૂર થઈ જાય અને સુખ મળી જાય ? જો માત્ર મહેનતથી એમ થતું હોય તો દુનિયામાં મહેનત મજૂરી કરનારની સંખ્યા ઓછી છે ? પણ એ મહેનત સાચી દિશાની જોઈએ. ઊલટી દિશાની મહેનતથી તો કામ થવાને બદલે કામ આછું ઠેલાય. ઉન્નતિ કરવાની જરૂર છે પણ જે