________________
T૩ - ૧૫ : સંઘ. સાધુનો રક્ષક હોય કે નિંદક? - 55 – ૨૦૩ પણ એ હીણભાગીને ખબર નથી કે સૂતો હોઈશ ને ચાલ્યું જશે, ત્યારે મદદ કરવા કોઈ નહિ આવે. જનારી ચીજને હાથે કાઢવામાં ડહાપણ નથી ?
ભર્તુહરિ કહે છે કે-સામગ્રી જવાની છે એ નક્કી છે તો એને યોગ્ય માર્ગે કેમ ન વાપરવી ? વસ્તુ પાત્રમાં આપીએ તો હૈયે આનંદ થાય અને ધર્મની પ્રભાવના થાય. એ જ ચીજ લુટાય તો હૈયામાં શોક થાય અને દુનિયા બેવકૂફ કહે. પછી પસ્તાવો કર્યો શું વળે ? ઘણાં મા-બાપ એવાં જોયા છે કે પોતાના સંતાનને ધર્મમાં અંતરાય કરે અને એ બાળક આઠ દિવસે મરી જાય ત્યારે પોક મૂકે અને બોલે કે મેં ધર્મ કરવા ન દીધો. પણ પછી રોયે શું વળે ? સભા: ‘અમને એ સમજાવો કે લક્ષ્મી વાપરવાથી વધે છે અને રાખવાથી
રાખોડી થાય છે.” આ શાસનમાં આ સમજવું હજી તમારે બાકી છે ? સુપાત્રે દેવાથી લક્ષ્મી ઘટે છે એવો તમને સંદેહ છે ? જો એમ હોય તો કહેવું જ જોઈએ કે તમે વ્યાખ્યાન સાંભળ્યા જ નથી અને સાધુને ઠગવાની તમારી ટેવ ગઈ નથી. લક્ષ્મી તો શું, શરીર સુધ્ધાંને આ શાસનમાં નાશવંત કહ્યું છે એ તમે નથી જાણતા ? ધર્મીની પાછળ લક્ષ્મી દાસીની જેમ ઘૂમે છે એ તો નાનું બાળક પણ જાણે છે. જેની દાનપ્રકૃતિ નથી તેની માંહોમાંહે શી ખ્યાતિ છે ? ખૂબી એ કે એવા ચાર ભેગા થાય ત્યારે પહેલો બીજાની અને બીજો ત્રીજાની કૃપણતાની નિંદા કરે પણ એ ગમારો પોતાની તો વાત કરે જ નહિ. જે માણસોએ જે સ્વરૂપમાં વર્તવું જોઈએ તે માણસો એ સ્વરૂપમાં નથી વર્તતા તેની આ બધી મુસીબત છે. શાસન જેઓ પામ્યા તે સમજ્યા નહિ માટે વિરોધીઓને વિરોધનાં સાધન મળી ગયાં છે. જો કે એ બોલે એની કિંમત નથી, કારણ કે હૃદયમાં ધર્મભાવનાનો અભાવ છે તેને લઈને એ બોલે છે. એટલે તેના બોલેલાને ટાળવું શક્ય છે પણ એ માટે ધર્મીએ ધર્મનું સ્વરૂપ જાણવાની જરૂર છે.
ધર્મી દરેક વસ્તુના સ્વરૂપને બરાબર વિચારે. ધર્મી શ્રીમાન લક્ષ્મીને જોઈને રોજ વિચારે કે-“આ લક્ષ્મી વસ્તુત: મારી નથી. સાંભળ્યું છે કે રાત્રે સૂતેલા ઘણા શ્રીમંતો સવારે ભિખારી બન્યા છે. પુણ્ય જીવતું છે ત્યાં સુધી લક્ષ્મી નહિ ખસે પણ પુણ્ય પરવારે ત્યારે પૂછવા નહિ રોકાય માટે એનો સદુપયોગ કરી લેવામાં ડહાપણ છે. અમારી પાસે એવું કહેનારા આવ્યા છે કે“સાહેબ ! કેવી રીતે લક્ષ્મી ગઈ એ ખબર જ ન પડી. ચોમેરથી સમાચાર આવ્યા કે ચાર ક્રોડ ગયા અને ઉપરથી પચાસ લાખનું દેવું થયું, હવે જિવાય શી રીતે ? સાંજે પાંચ લાખની આવક ગણનારાને સવારમાં એ પાંચ લાખ