________________
૩૫૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
- ses સભાઃ જન્મની જે વેદના કહી તે એવડું બચ્ચું કેમ સહે ?
-એ ન સહે તો જાય ક્યાં ? કર્મસત્તા એ કાંઈ જોતી જ નથી. પાણી તથા ચાહ વિના ન ચાલે એમ કહેનારા ઘણાને જ્યારે કેન્સર જેવો રોગ થયો ત્યારે મહિનાઓ સુધી એના વિના ચલાવ્યું ને ? ઘણા કહે છે કે “મારે બોલ્યા વિના ન ચાલે'-પણ જબાન બંધ થઈ જાય ત્યારે શું કરે છે ? નારકીને દુ:ખ કેટલું ? આપણાથી સાંભળી ન શકાય એટલું. વર્તમાનમાં તો સૌને એક છેવટું સંઘયણ છે પણ તેમાં સામાન્ય ફેરફાર હોય. એમાં નબળાં સંઘયણવાળા પણ વધારે સહે છે એ નથી જોતા ? અમુક સંઘયણમાં વધારે સહન કરી શકે એ વાત ખરી પણ ત્યાં દુ:ખ ઓછું માનવાને કારણ નથી.
જન્મથી પીડાને ન માનો તો પણ વ્યાધિ, જરા, રોગ, શોક, મૃત્યુ આદિ તો નજરે દેખાય છે ને ? જન્મની પાછળ જ આ બધા ઉપદ્રવો છે ને ? આવા સંસારમાં રહેવાની ઇચ્છા થાય ? આ તો એવા છે કે જન્મ, જરા, રોગ, શોક આદિ જોઈએ નહિ પણ સંસાર રાખવો છે, તો એ બને ? સંસાર રાખ્યો તો આ બધું કપાળે લખાયેલું જ છે. સંસાર ક્લેશકારી છે એવી સમજ સમ્યગ્દષ્ટિ હૈયામાં કાયમની હોય. તો મોક્ષ પણ નજીક છે :
જ્યાં જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ કશુંયે નહિ એવું સ્થાન તો એક મોક્ષ જ છે.
સભાઃ “એ તો ક્યારે મળે ? એના માટે તો ભવો જોઈએ ને ?'
-આરાધના ન કરનારને ન મળે. મામૂલી આરાધના કરનારને ભવો જોઈએ પણ બરાબર આરાધનારને તરત મળે. અહીંથી મરીને મહાવિદેહમાં જાય. ત્યાં આઠમે વર્ષે દીક્ષા અને નવમે વર્ષે કેવળજ્ઞાન થાય. મહેનત કર્યા વિના તો પૈસા પણ મળતા નથી. એટલે તો તમે પથારીમાં પડી રહેતા નથી. કેટલી મહેનત કરો છો ? એમ આરાધના કરો તો મોક્ષ પણ તરત મળે.
સભા: “આવી મહેનત કરનાર તો કોઈક !”
-તમે એ “કોઈકથાઓને ? તમે તમને એ “કોઈકથી જુદા માનો છો શું કામ? મોક્ષ પ્રત્યે તેવો પ્રેમ જાગ્યો નથી માટે એમ મનાય છે. દુનિયાના પદાર્થો પ્રત્યે તમારું ખેંચાણ છે પણ એ ખેંચાણથી છૂટ્યા વિના રસ્તો નથી.
સમ્યગ્દષ્ટિની સમ્યક્તની રૂઢતા માટેની પ્રતિસમયની ભાવનાની વાત ચાલે છે. તે સદાય વિચારે કે