SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર - 65 1 जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतः क्लेशाय केवलं पुंसामहो, भीमो महोदधिः । । ११ । । શાસ્ત્રવાર્તા સમુચ્ચય અર્થ : જન્મ, જરા, વ્યાધિ, રોગ, શોક વગેરે ઉપદ્રવવાળો ભયંકર આ સંસારરૂ૫ મહાસાગર પુરુષોને માટે માત્ર દુઃખનું જ કારણ છે. 927 ૩૫૭ ભવ્ય આત્મા ભવ્યપણાની તમામ શક્તિનો ઉપયોગ કરે તો મોક્ષે જાય. માટીમાં ઘડો થવાની યોગ્યતા છે પણ ત્યાં પડ્યે પડ્યે થાય ? કુંભારના હાથમાં એ જાય ત્યારે થાય ને ? કુંભારના હાથમાં જાય તો ઘડો થાય અને તમારા હાથમાં જાય તો હાથ મેલા થાય અને હાથ ધુએ એટલે એ માટી ધોવાઈ જાય. કુંભાર પણ માટીને પલાળે, પગથી ખુંદે, પિંડ બનાંવે, પછી ચાક ૫૨ ચઢાવે, તો ઘડો બને ને ? એ જ રીતે ભવ્ય આંત્મા પણ શક્તિનો તમામ ઉપયોગ કરે તો મુક્તિએ જાય. જેમ કુંભાર માટીને જે સ્વરૂપે ગોઠવે તે રૂપે ગોઠવાય તો એનો ઘડો બને તેમ ભવ્ય પણ સદ્ગુરુના હાથમાં જાય અને એ જે સ્વરૂપે ગોઠવે તે સ્વરૂપે ત્યાં ત્યાં ગોઠવાય તો એ મુક્તિપદનો અધિકારી બને છે. આ તો કહે છે કે ‘અમે ભવ્ય ખરા પણ ગુરુની આધીનતા ન જોઈએ; એ કહે તેમ ન કરીએ.’ તો એ ચાલે ? મુક્તિ કઠિન છે, એ વાત સાચી પણ યોગ્ય આત્મા આરાધના કરે તો એને માટે સહેલી. સદ્ગુરુ ચરણે આરાધના કરનારને મોક્ષપ્રાપ્તિ અઘરી નથી. જેટલી મહેનત સંસાર માટે થાય છે એમાંની અને એ જાતની એથી થોડી ઘણી મહેનત મુક્તિ માટે થતી હોત તો મુક્તિ નિકટ થાત. સંસારમાં પાંચ સ્નેહી વિના ન ચાલે પણ મોક્ષમાં એકાકીપણે બરાબર ચાલે. સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મસ્વરૂપ તરફ હોય - એને સંસાર અસાર જ લાગે. મોક્ષ તરફ એની દૃષ્ટિ અવિચલ હોય – ભોગની સાધનામાં એ લેપાય નહિ. તેથી તેને માટે મુક્તિ નજીક. જો ભવ્ય આત્મા પોતાની બધી શક્તિનો ઉપયોગ કરે તો બધી પીડાથી રહિત બનીને ત્યાં જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ નથી અને એકાંતે સુખ છે એવા મોક્ષપદને પામે. જો... કિંમત સમજાય તો...! દૃઢ સમકિતી પણ પોતાના સમ્યક્ત્વને રૂઢ બનાવવા માટે સંસારની ભયંકરતા અને મોક્ષની સુંદરતાની વિચારણા સદાયે કરે. એના જીવનમાં એક દિવસ પણ આ વિચારણા વિનાનો ન હોય- સૂતાં, ઊઠતા બેસતાં બધે એની એ જ વિચારણા હોય-જો એ દશા ન આવે તો કહેવું પડે કે-તમે એ પામ્યા નથી
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy