________________
1135
- ૩૭ : સંઘની મર્યાદા - 7
૫૩૫ બધાના પણ છો ને ? અહીં એક વાતની “હા” પાડો પણ ઘેર “ના” પાડે તો વાત પતી જાય. “મૂકો પંચાત !” એમ થઈ જાય. તમે હજી એવા (વિશ્વાસપાત્ર) સમર્પિત નથી, માટે તમને આઘા રખાય છે. જ્યારે સાધુ તો તમે તેની પાસે આવો તોયે “ધર્મલાભ” કહે અને એ તમારી પાસે આવે તોયે “ધર્મલાભ” કહે. સાધુ કહે શું ? આ જ, ધર્મ' જ.
આજ્ઞા જેટલી આઘી મુકાય તેટલો માર પડે છે. નતીજો સાક્ષાત્ છે. ઇરાદાપૂર્વક ભૂલ ન જુએ તેનો ઉપાય નથી. આજે તો એમ કહેનારા પડ્યા છે કે “આ મહારાજ તો મારા પરિચિત છે. કાંડું પકડીને કહી શકું એમ છું. ધારું તો આમ ફેરવી નાખું.” જો કોઈ શ્રાવક કોઈ સાધુ માટે આવું બોલે તો ત્યાં સમજવું કે બેયમાં પોલાણ છે. બાકી વિચાર કરો કે કોણ કોને ફેરવે ? શ્રાવકને તો ખાતરી હોય કે સાધુ જ શ્રાવકને ફેરવે. પેલો કહે કે “સાધુ મારા છે. પણ સાધુ તારા કહ્યા કોણે ? તારા તો ગુરુ, અને સાધુ તો ભગવાન શ્રી મહાવીરદેવના. શ્રાવક એમ જરૂર કહી શકે કે હું વિનંતિ કરી જોઈશ અને એમને હિતકર દેખાશે તો વાત જુદી !હિત લાગશે તેમ કરશે. શ્રાવકે સાધુને ખિસ્સામાં રાખવાની વાત હોય ?
સભા: “આજે તો એવું ચાલે છે. • . એ ચાલે છે એમાં મર્યાદાનો ભંગ છે. મર્યાદાપાલનની ખામી છે. દાક્ષિણ્યતા :
જૈન સાધુ જેટલા સરળ અને નમ્ર હોય તેટલા જ ભગવાનની આજ્ઞા મુજબની વાતમાં નિશ્ચલ અને અડગ હોય.
સભા: દાક્ષિણ્યતા ન રાખે ?
સુદાક્ષિણ્યતાં જોઈએ. કોઈનાથી અંજાઈ જાય એવી દાક્ષિણ્યતા એમનામાં ન હોય. જે દાક્ષિણ્યતા બતાવવાથી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વધારે દીપે એવી દાક્ષિણ્યતા બતાવાય પણ જેનાથી આગમ ઊંચે મૂકવું પડે એવી દાક્ષિણ્યતા તો ન જ રખાય. શ્રી જિનેશ્વરદેવનું શાસન સંસારદૃષ્ટિએ જોનારા ગાંડા છે. સંઘમાં રહેવાની શરતઃ
શ્રી જિનેશ્વરદેવે ફરમાવ્યું કે નાના, મોટા, વૃદ્ધ, જુવાન બધા મારા સંઘમાં રહી શકે છે. સર્વવિરતિ તરીકે, દેશવિરતિ તરીકે, સમ્યગ્દષ્ટિ તરીકે અગર તો માર્ગાનુસારી તરીકે પણ સંઘમાં રહી શકે છે, પણ આ શરતો માને તો. પછી એમાં કુળ-જાતિ જોવાનાં નહિ. કુળ સારું હોય તો સારું, કુળ સારું ન જોઈએ