SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ વિદ્યા ઇચ્છે પણ એ શિક્ષણ કે વિદ્યા બેકારી વધારે એવાં ન હોય. સંસ્કારહીન ભણેલાઓ તો સમાજને બોજારૂપ છે. એ ઉપયોગી થયા નથી અને થવાનાયે નથી. સમાજના પૈસે મોટા થયા, સમાજના પૈસે ભણ્યા અને ડીગ્રીઓ મેળવી અને સમાજના પૈસે જીવનારા આજે સમાજને હજી કહે છે કે-‘અમારું પૂરું કેમ કરતા નથી ?' સમાજ એમને કહે છે કે ‘અમને આવી ખબર નહોતી કે આટલું કર્યા પછી પણ તમારી ભૂખ મટશે જ નહિ.' 1072 શ્રદ્ધાળુ જૈનસમાજને પોતાના પૈસા ખર્ચ્યાનું આ ફળ મળશે એ ખબર ન હતી. એમણે જેટલા પૈસા એ સંસ્કારવિહીન શિક્ષણ પાછળ ખર્ચ્યા તેટલા આ સુસંસ્કારો રેડવા પાછળ ખર્ચ્યા હોત તો આ શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબનો ભલે નાનકડો પણ આદર્શ સંઘ કરીને આપણે બેસી ગયા હોત, કે જે સંઘને આખી દુનિયા ઝૂકવા આવત. હજી પણ દ્રવ્યવ્યયનો પ્રવાહ આ તરફ વાળે તો એક દશકામાં એવો સંઘ થાય. છોકરો મોટો થાય ત્યારે પોતાની સેવા કરશે એવી આશા બાપું રાખે એ દુનિયાનો વ્યવહાર છે. આ લોકોને પૈસા અપાયા ત્યારે એવી આશા હતી કે એ લોકો ધર્મની સેવામાં ઊભા રહેશે. એ પૈસા આપનારા સ્વપ્નેય એવું નહોતા જાણતા કે તેમના પૈસાથી જ આગળ વધનારા ધર્મને હમ્બગ કહેશે, દેવદ્રવ્ય ત૨ફ બદદાનત ક૨શે, મુનિઓને સમાજ માટે ભારરૂપ કહેશે અને પવિત્ર દીક્ષા માટે એલફેલ બોલશે. સમાજની સેવા કરવાને બદલે સમાજને વિમાસણમાં મૂકશે એવી ખબર હોત તો સમાજ એમની પાછળ રાતી પાઈ પણ ન ખર્ચત. પૈસા લેતી વખતે તો એમ કહેવાયું હતું કે આ લોકો ભણીને શાસનના કલ્યાણમાં ઊભા રહેશે, શાસન પરનાં આક્રમણો અટકાવવા પ્રયત્ન કરશે, વગર પૈસે કોર્ટ વગેરેના કામમાં ઊભા રહેશે. આ સાંભળી ભોળાઓ ભોળવાઈ ગયા અને પૈસા આપ્યા. એ પૈસા આપનારને જ આજે એ લોકો મૂર્ખ અને અંધશ્રદ્ધાળુના ચાંદ આપે છે. આ સમાજમાં આજે વકીલ કેટલા છે ? ધર્મના કામમાં વગર ફીએ ઊભા રહેવાનું કોઈએ કહ્યું ? સભા ઊલટા એ તો દોઢા પૈસા માગે છે અને બીલ પોતે ન મોકલે ને પોતાના ભાગીદાર મારફત મોકલે છે !' એ બહુ મજાની વાત છે. પોતાનો ભાગ તો અંદર ખરોને ?-આવું શિક્ષણ આપી બેકારો વધારવા કરતાં શ્રદ્ધાળુ વધે તેવી કેળવણી આપો, કે જે કેળવણી પામેલા આદર્શરૂપ જીવન જીવે અને કહે કે પ્રભુના માર્ગ પર આક્રમણ આવે ત્યારે બચાવ અમે કરીશું. આવા પાછળ ગમે તેટલા પૈસા ખર્ચો તો પણ તે સફળ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy