________________
-
2
૩૬૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - વિમાનમાં છે અને ભયંકરમાં ભયંકર દુ:ખ સાતમી નારકીમાં છે. સમ્યગ્દષ્ટિ આત્મા જેમ સાતમી ન ઇચ્છે તેમ સર્વાર્થસિદ્ધ વિમાન પણ ન ઇચ્છે.
સમ્યગ્દષ્ટિ માત્રની આ ભાવના હોય. ભલે ક્ષાયિક ક્ષાયોપથમિક હોય. આ ભાવનામાં તીવ્રતા મંદતા હોય-જેટલી મંદતા તેટલી ખામી. યથાર્ - નેવં વરીયં-એટલે આગમમાં કહ્યું હોય તેમ ક્રિયા થાય. આગમને આઘે રાખીને એક કદમ પણ ન ભરાય.
આ સંઘનું વર્ણન ચાલે છે ને-સંઘને નામે યથેચ્છ બોલનારા પાક્યા તો આપણને આ વર્ણન વાંચવા, સાંભળવા અને વિચારવા મળ્યું-તેમને આ વાત જશે કે ન જચે પણ શુદ્ધ બુદ્ધિથી કહેનાર અને સાંભળનારને તો લાભ જ છે. મારું આમાં કલ્યાણ જ છે અને તમારું પણ કલ્યાણ છે. બીજા બહારનાઓનું એ જાણે. અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી આ ચીજ છે. સમ્યગ્દષ્ટિ દુષ્કર કાર્યને પણ સુકર બનાવેઃ
આ મહર્ષિ હવે કહે છે કે-સમ્યગ્દષ્ટિ રમા એવાં અનુષ્ઠાન આચરે કે જે શુદ્ર આત્માઓ માટે દુષ્કર હોય, ક્ષુદ્ર આત્માઓ એટલે સંસારની આસક્તિમાં પડેલા-એવા ગમે તેવા ભણેલા માટે પણ આ વાણી સિંહનાદ જેવી છે. સિંહનાદ થતાં શિયાળિયાં આપોઆપ નાસવા માંડે-આ શી વાત કહી ?
સમ્યગ્દષ્ટિ આત્માને રોમરોમ સંસારની ભયંકરતા લાગે. મોક્ષ જ એને સુખકર લાગે. તેથી મોક્ષ માટે જ એ મહેનત કરે અને તે પણ આગમમાં કહેલી વિધિ મુજબ કરે-આ બધી વાતો આજનાઓને પાલવે ? કેવળ ચર્મચક્ષુથી જોનારાને આ વાત રૂચે ? એ તો કહેવાના કે-જ્યાં સંસારમાં રહીએ તે ખોટું અને ન જોયેલું મોક્ષનું સુખ સાચું માનવું એ શી રીતે બને ? શાસ્ત્ર કહે તે માનવામાં પરાધીનતા લાગે અને ઘરની સ્ત્રી જેમ કહે તેમ કરવું પડે, એ ગુલામી એને મીઠી લાગે. કંચન અને કામિનીમાં ગુલતાન થયેલાઓને આ વાતો ન જ ગમે.
પ્રભુશાસનના વિરોધીઓને પાપથી તીવ્રતા વધતી જાય છે. એમ કરીને પણ એમને નામના કમાવી છે. એ નામના પણ એક બોજો છે. એ ભલે કમાતા, એની આડે આવવાનું આપણું કામ નથી. બોજો વધે એટલે નાવ તળિયે જઈને બેસે-આ તળિયું એવું ઊંડું છે કે જ્યાં પેઠા પછી નીકળવું ભારે-નદીના આરા પણ કેટલાક એવા હોય છે કે જો ભૂલેચૂકે કોઈ ત્યાં પેઠો કે ગયો. અક્કલ આવે અને આડો પડે તો તરે-પણ હીણકર્મીને એ ન સૂઝે.