________________
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ ઃ - 78
૫૭૭
આ બધા જણાવેલા ગુણોની પ્રતીતિ અને પ્રાપ્તિ તેને જ થાય કે જેની પીઠ મજબૂત હોય અને જેને પીઠ પ્રત્યે અનુરાગ હોય. એ પીઠની રૂઢતા માટે મહર્ષિએ જણાવેલી વિચારણા કરવાની છે. એ વિચારણામાં ભીરુતા નથી. સંસાર નિર્ગુણ છે, મુક્તિ સગુણ છે, સમ્યગ્દષ્ટિ આત્માની પ્રેમપૂર્વકની પ્રવૃત્તિ મુક્તિ માટે જ હોય અને આગમ કહે તેમ જ હોય. સંસાર જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ શોક આદિ ઉપદ્રવોથી ભરેલો છે. એનાથી ડરીને છૂટવા પ્રયત્ન કરવામાં ભીરુતા નથી. દુર્જનથી ચેતીને ચાલે એ જ સજ્જન. દુર્જન સાથે મજેથી બેસે તે સજ્જન નથી. સારામાં સારા ચિત્રને પણ શાહીના છાંટાથી બગડતાં વાર કેટલી ? ખોટી ચીજને સુધારવામાં વાર લાગે. દૂધને ખાટું ક૨વામાં જરા જેટલી છાશ બસ છે.
1147
સભા ‘તત્ત્વજ્ઞાનાદિ માટે આ દેશની સ્ત્રી નહિ, પણ પરદેશી સ્ત્રીનો પરિચય રાખવામાં વાંધો ખરો ?’
તત્ત્વજ્ઞાન માટે વળી સ્ત્રીના પરિચયની શી જરૂર ? આ દેશની સ્ત્રી કરતાં પરદેશી સ્ત્રીઓ વધારે છૂટછાટવાળી હોઈ તેનો પરિચય વધારે ભયંકર છે. ક્વચિત્ કોઈ અર્થે આવે તો પાંચ-પચીસ જણાની હાજરીમાં તત્ત્વ સમજાવવામાં હ૨કત નથી; પણ એના માટે પરિચય જ જોઈએ, એવું શા માટે ?
સભા : ‘પરંતુ, એ પ્રોફેસર હોય તો ?’
પ્રોફેસર હોય તેથી શું ? એ વાતનું મહત્ત્વ નથી. જે મર્યાદા આ દેશની સ્ત્રીઓમાં છે તે મર્યાદા પરદેશની સ્ત્રીઓમાં મહેનત કરો તોયે આવતાં વાર લાગે.
સભા ‘એનામાં પૂરતો વૈરાગ્ય હોય તો ?’
સાચો વૈરાગ્ય હોય તો મર્યાદા આવતાં વાર ન લાગે. પછી પરિચયની વાત રહેતી નથી. બાકી. વૈરાગ્ય કાંઈ રસ્તામાં નથી પડ્યો. એ પરદેશી સ્ત્રીઓએ કેવાં કામ કર્યાં છે એ તમે જાણો છો ? દશબાર વર્ષ પહેલાં થઈ ગયેલા વિશ્વયુદ્ધની વાત છે. તે વખતે જર્મનીની સ્ત્રીઓ જાસૂસી કરવા ઇંગ્લૅન્ડમાં પહોંચી ગઈ હતી. ત્યાંના મોટા મોટા માણસો ને અફસરોની સ્ત્રીઓ બનીને રહી અને તેમની પોતાની બનીને તેમનો નાશ કર્યો. છેવટ સુધી પરખાઈ નહીં. દરેક મોટા અમલદારના ઘરમાં દાખલ થઈ ગઈ અને નાનામાં નાની બાતમી જર્મનીમાં પહોંચાડી દેતી. ઇંગ્લૅન્ડમાં જે વ્યૂહ રચાય તેના સમાચાર વિના વિલંબે જર્મનીમાં પહોંચી જાય. આવી સ્ત્રીઓમાં વૈરાગ્ય આવી