________________
૫૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 114 ગયાની વાત માની લેવામાં ઉતાવળ કરવા જેવી નથી. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળમાં જે જમાનામાં વૈરાગ્યનાં સાંસાં હોય તે કાળમાં અનાર્યદેશ-જાતિકુળમાં તીવ્ર વૈરાગ્યની કલ્પના કરવામાં ડાહ્યા માણસે વિચાર કરવા જેવું છે; નહિ તો મૂર્ખ બનતાં વાર નહિ લાગે. પરિચયથી એનામાં વૈરાગ્ય આવે પણ ખરો, પણ એ પરિચયમાં મર્યાદા કેવી હોય ? મુનિની મહત્તા આચારમાં છે. શાત્રે કહ્યું કે વાતઃ પતિ નિમ્ા બાલજીવો લિંગને જોનારા હોય છે. - પૂ. આ. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ જીવોના ત્રણ પ્રકાર બતાવ્યા. બાલ, મધ્યમ અને પંડિત. બાલ જીવો લીંગ જુએ. માર્ગ ન સમજી શકે તે બધા બાલજીવો ગણાય. એ બધું બહારનું જુએ. એમને ધર્મ પમાડવાં માટે આચારનિષ્ઠ બનવું જોઈએ. એ જૈન કે જૈનેતર પણ હોય. એ મહાવ્રતો સમજવા માગે તો તેમને સમજાવાય. એમાં ચોથા વ્રતની વાતમાં નવવાડનું વર્ણન આવે. તેમાં વિજાતીય સાથે એકાંત ન સેવવાની વાત આવે ત્યારે ઇતર સાંભળનારો પણ હોશિયાર હોય તો મોઢે ન કહે પણ મનમાં ગાંઠ વાળે કે અહીં પણ પોથીમાંનાં રીંગણાં છે. એ છાયા કેવી પડી ? તત્ત્વજ્ઞાન આપવા માટે સ્ત્રી સાથે પણ એકાંતમાં બેસે તો જ અપાય ? જેમ બે કલાક વ્યાખ્યાનમાં નિયત તેમ તત્ત્વજ્ઞાન માટે પણ સમય નિયત રખાય અને તેમાં બીજા પણ આવીને બેસે તો હરકત શી આવે ?
સભાઃ “શીખવવાની ખાસ પદ્ધતિ છે, એમ કહે છે.”
એ અયોગ્ય છે. તત્ત્વગોષ્ઠિ બીજાઓ સમક્ષ ન થાય એવું જૈનદર્શનમાં કહ્યું નથી. એ કાંઈ ગુહ્ય વસ્તુ નથી. માત્ર આલોચના જાહેરમાં ન થાય. તત્ત્વગોષ્ઠિ એકાંતમાં જ થાય એવી વાતોનો આરંભ થશે તો મહાવ્રતની રક્ષા માટેની દીવાલમાં છીદ્રો પડશે. માનો કે એકવાર બેવાર કે પાંચ-પચીસવાર અગર એકને, બંને કે દશને વાંધો ન પણ આવે, વ્યક્તિઓ સારી પણ રહે પણ એનું પરિણામ શું? માટે તત્ત્વગોષ્ઠી માટે કલાક બે કલાકનો બીજો સમય જરૂર રાખે પણ એકાંતમાં રાખવાનું કારણ નથી.
સભાઃ “સામાના સમયની સગવડ જોવી પડે ને ?
જોવી પડે તો ભલે જૂઓ, પણ એક વાત સમજો કે ઘર વેચીને વરો ન થાય. એ તો રાત્રે કહે તો રાત્રે સ્ત્રી સાથે મુનિથી બેસાય ? મુનિના આચાર શ્રાવકે જાણવા જોઈએ. જ્ઞાનીઓએ બાંધેલી મર્યાદાઓ લંઘીને ઉદ્ધારની વાતો કરવા માગો કે તત્ત્વ પ્રચારવા માગો તો એ ન ભૂતો ન ભવિષ્યતિ !'