SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ 119 – ૩૮ : મુનિજીવનની મર્યાદાઓ :- 78 – ૫૭૯ પૂજ્ય આચાર્ય શ્રી હીરવિજસૂરિજી મહારાજા પગે ચાલીને ગયા, બાદશાહે મોકલેલાં વાહન ન સ્વીકાર્યા, તો પહોંચતાં પહેલાં જ અકબર બાદશાહના હૃદયમાં એ મહાપુરુષની યોગ્યતા અંકિત થઈ ગઈ. પછી તો માત્ર બીજા વાવવાની જ મહેનત રહી. હાથી પર બેસીને ગયા હોત તો બાદશાહને થાત કે જેવો હું એવા એ.’ આચાર વિનાની વિદ્વત્તાથી કદી સામો ઘડીભર મુગ્ધ બને પણ સરવાળે એને આદરભાવ ન થાય, બહુમાન પેદા ન થાય. વર્તન વિનાનું જ્ઞાન, આચાર વિનાની વિદ્યા, આગમાનુસારી પ્રવૃત્તિ વિનાની વિદ્યા તે ગધેડા પર બોજા જેવું છે. ભારનો એ ભાગીદાર થાય પણ ખુબોનો નહિ, પછી ભલેને એ ચંદનનો ભાર હોય. તત્ત્વજ્ઞાની પણ ઇચ્છા મુજબ વર્તવાનું કહે, તો અજ્ઞાની ને તત્ત્વજ્ઞાનીમાં ભેદ શો ? મોટો પણ અશુચિમાં હાથ નાખે, તો નાના મોટાનો ભેદ શો ? તત્ત્વજ્ઞાની ગમે તેમ વર્તી શકે એવી છૂટ અપાય તો જેટલા સાધુ એટલાં ઘર મંડાય. તત્ત્વજ્ઞાનના નામે એકાંત સેવવાની છૂટ હોત તો આજે સાધુ શોધ્યા ન જડત. શ્રી જિનેશ્વરદેવનું જીવન સંપૂર્ણતયા અપવાદહીન હોય છે. જમીન પર પગ વાળીને એ કદી બેસતા નથી. શરીર તો એમનું ઘણું ઉપકારી છે છતાં અપવાદ એક નહિ. આપણે તો અપવાદથી ભરેલા છીએ તો પણ પાંચ મહાવ્રતમાં બાકીનામાં ભલે અપવાદ હોય, ચેંથામાં જરાય અપવાદ નથી. અપકાયની વિરાધનાની મના, તો પણ નદી ઊતરવાનો અપવાદ પહેલા વ્રતમાં રાખ્યો પણ ચોથે કેવલ નિરપવાદ. વિજાતીય સાથે એકાંતની કોઈ પણ કારણે છૂટ નથી. અગ્નિ પાસે મીણના ગોળાને રાખવાથી પરિણામ શું આવે? મીણના ગોળાને છૂટાં મારો તો લોહી કાઢે, પણ અગ્નિ પાસે મૂકો તો તરત પીગળવા માંડે-ટકી શકે જ નહિ. બૂટ પહેર્યા માટે ખીલા ઉપર પગ ન ઠોકાય. બૂટ ચીરીને પગમાં ભોંકાતાં વાર ન લાગે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના બહાને વિજાતીય સાથે એકાંત સેવાયં તમે માનીએ કે વર્તમાનમાં કદાચ દોષ ન પણ હોય પરંતુ દોષને આવવાના દરવાજા ઉઘાડા તો મુકાય છે. એ કાર્યવાહી વાજબી નથી. એનું પરિણામ ભયંકર છે. એકાંતમાં વિદ્યા ગ્રહણ કરવાનો સાધ્વી માટે નિષેધ છે. મહાપુરુષો વાચના આપે ત્યાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચારે પ્રકારનો સંઘ સાંભળે. સાધ્વીને પૂછવું હોય તો આડા મુખે પૂછે. તત્ત્વજ્ઞાનની આપ-લે માટે એકાંત જ શા માટે જોઈએ ? આવી પોલ શ્રી જૈનશાસનમાં નથી. ... એ ડહાપણ નથી પણ બેવકૂફી છે? આજ વિતંડાવાદ વધી પડ્યો છે. શાસ્ત્ર વિતંડાવાદની મના કરે છે. કોઈ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy