________________
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૧૧, સોમવાર, તા. ૨૪-૨-૧૯૩૦
·
દૃઢ અને રૂઢ બનેલા સમ્યક્ત્વને ગાઢ શી રીતે બનાવશો ?
♦ દેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કોણ કરી શકે ?
♦ પુષ્પશય્યા અને કંટકશય્યા :
♦ સંયોગ-સામગ્રીનો પ્રભાવ :
સારા હેતુથી સત્ય કહેવું એ ગુસ્સો નથી :
·
♦ શિક્ષકને શિક્ષા કરવાનો હક હોય તો જ શિક્ષણ આપી શકાય : અજ્ઞાન પણ સદ્ગુરુના યોગે તરી જાયં :
♦ તો-જ તે ક્રિયા સદ્ગુરુના યોગે તરી જાય :
તો-જ તે ક્રિયા આધ્યાત્મિક ગણાય :
શાસ્ત્ર-સિદ્ધાંતની રક્ષાના સમયે મૌન રહેવું તે પાપ છે :
• રક્ષા માટે ઝઘડો પણ જરૂરી :
♦વંદનિક-અવંદનિક :
•
72
દૃઢ અને રૂઢ બનેલા સમ્યક્ત્વને ગાઢ શી રીતે બનાવશો ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર હવે શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ વજરત્નમય પીઠની ગાઢતાનું વર્ણન કરે છે. ગ્રંથકાર મહર્ષિ વર્ણન કરી ગયા કે દૃઢતામાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદ્દષ્ટિની પ્રશંસા અને એનો પરિચય ન જોઈએ. સમયે સમયે શુદ્ધ થતા પ્રશસ્ત અધ્યવસાય વિષે આત્મા ચિરકાળ વર્તે ત્યારે દૃઢ સમ્યક્ત્વ રૂઢ થાય. દુનિયામાં રહેલા સમ્યગ્દષ્ટિના પરિણામ આ હોય. અત્યાર સુધી જણાવી ગયા તે વિચારણા કરીને સમ્યગ્દષ્ટિ આત્મા દૃઢ સમ્યક્ત્વને રૂઢ બનાવે. હવે ગાઢતા ક્યારે આવે ?
તત્ત્વના વિષયની રુચિ તીવ્રતર થાય ત્યારે સમ્યક્ત્વ ગાઢ થાય. તત્ત્વ કયાં ? જીવાદિ નવેય તત્ત્વ છે અને દેવ-ગુરુ-ધર્મ પણ તત્ત્વ છે. અહીં દેવગુરુ-ધર્મની વાત વિચારવાની છે. આ ત્રણ તત્ત્વો શ્રી જિનેશ્વરદેવની હયાતી સુધી જ રહે કે શાસન રહે ત્યાં સુધી હોય, કોઈ કાળમાં દેવ-ગુરુ તત્ત્વ હોય