________________
૫ : ધર્મ શા માટે – ધર્મ પાસે શું મગાય ? - 45
‘ભગવાનનો મહિમા વધારવા પૂજીએ છીએ' એવું ન કહેતા, ‘અમારે આધારે દેવ, ગુરુ અને ધર્મ છે' એવું ન કહેતા અને ન માનતા પણ ‘અમારી સંસા૨વાસના ઘટે, પાપબંધ ઘટે, પુણ્યબંધ થાય, સારી ગતિ અને સારી સામગ્રી મળે. જેથી મોક્ષમાર્ગ આરાધી શકાય માટે મૂર્તિ, મંદિર, સેવા, પૂજા તમામ છે’ એમ કહો અને એમ માનો !
મૂર્તિપૂજા કળાની દૃષ્ટિએ નથી !
સભા : એક જણ તો કહે છે કે, ઘોડિયામાં સૂતેલી, હસતી અને રમતી મૂર્તિ બનાવો.'
643
_____________
૭૩
એ લોકોને ફાવે તેવી એ બનાવે અને જુદાં મંદિર કરી જૈન તરીકે જાહેર કરે; ખબર તો પડે ! મૂર્તિમાં તો વીતરાગ-ભાવના જ જોઈએ, પણ વીતરાગતાથી બેપરવા બની મનમાનતી કળાના પૂજારી બનેલાઓ આજે કળાના નામે મૂર્તિના સદ્ભાવ તરફ ઘા કરે છે. શાસ્ત્ર કહ્યું છે, પ્રતિષ્ઠિત, અંજનશલાકા થયેલી મૂર્તિ પૂજાને યોગ્ય છે, પણ અંજનશલાકા થયા વગરની પણ શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિની આશાતના ન થાય, એને નખ ને અડાડાય, કેમ કે, આકૃતિ કોની ? ભલે, એમાં મંત્રાક્ષ૨થી આરોપ નથી થયો માટે પૂજન ન થાય, પણ આશાતના ન થાય. આપણે મૂર્તિને કળાની દૃષ્ટિએ જ પૂજવા નથી ઇચ્છતા. એમ કહી શકો કે, પહેલાં સરખા શ૨ી૨વાળી સમચતુરસ સંસ્થા વાળી મૂર્તિ બનતી હતી, લક્ષણસંપન્ન બનતી હતી અને આજે તેવી પ્રાયઃ નથી બનતી.' એમ કહેવામાં હરકત નથી. શાસ્ત્રના જ્ઞાતા પાસે વસ્તુને સમજ્યા વિના જેણે તેણે ભરાવી હોય તો એમ પણ બને, પણ તમે નવી ભરાવો ત્યારે ઉપયોગ રાખો ! શ્રી સંપ્રતિ મહારાજાએ સવાક્રોડ મૂર્તિ ભરાવી તે વિધિપૂર્વક બનાવી છે ને ? તમે પણ એમ કરો; પણ એથી બીજી મૂર્તિમાં વીતરાગતા નથી દેખાતી એમ કહી શકાય તેમ નથી.
જ્યારથી મંદિરમાં ઇલેક્ટ્રિક આવી ત્યારથી વાતાવરણ બગડ્યું છે, શુદ્ધિ ગંઈ, હવા ભ્રષ્ટ બની. એ લાઇટ જ એવી છે. લાઇટ સ્નિગ્ધ અને કોમળતા ફેલાય તેવી જોઈએ. થોડા દિવસ બટન બંધ રાખીને એ અનુભવ તો કરો ! એ પ્રાચીન વિધિપૂર્વક પ્રથા શરૂ કરી જુઓ ! કઈ ભાવના આવે છે ? સુધારાને બગાડવો અને સુધારાની વાત કરવી એ ક્યાંનો ન્યાય ? મનમાનતી કળાની વાતો કરનારા, આમ પરદેશી વસ્તુના બોયકોટની બૂમ મારે છે અને મંદિરમાં લાઇટ એ લોકો બળાત્કારે પણ મુકાવે એનો અર્થ નથી ત્યાં મુકાવવાના એ લોકો પ્રયત્નો કરે છે તો કહે કે, પરદેશીનો બોયકોટ ક્યાં થયો ?
?