________________
૭૨
642
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - દુઃખ તો એને જરૂર જ થાય : હૈયે પીડા તો થાય જ. જેનો એ સેવક, એની સેવામાં એ બહાનાં કાઢે ? જે ઘરના માલિકે તમને સુખી કર્યા, તે માંદો પડે તો એને જોવા ન જાઓ, દવા ખાવા કે સારવાર કરવા ન જાઓ, તો તમે કુટુંબી કેવા ? તેમ જે ધર્મે તમને આર્યદેશમાં માનવજીવન અને એમાં પણ ઉત્તમ કુલ આપ્યું, આવી સામગ્રી આપી, તે ધર્મ પર આપત્તિ વખતે તમે એનાથી આઘા જાઓ એ કેવું?
તમને જે મળ્યું છે તે ધર્મથી મળ્યું છે, એમ તો માનો છો ને ? અનાર્યદેશમાં ન જતાં આર્યદેશમાં આવ્યા. શ્રાવક-કુલમાં જન્મ્યા, એ સઘળો ધર્મનો પ્રભાવ છે, એમ માનો છો કે નહિ ?
ખાનપાન અને સુખસાહ્યબી વગેરે જે મળ્યું અને આ તમામ પામ્યા છે : ધર્મના યોગે કે તમારી બુદ્ધિથી ?
તમારા કરતાં કેટલાય ગુણી બુદ્ધિવાળા ભીખ માંગે છે, એ શું તમે નથી જાણતા ?
અગિયાર વાગે તૈયાર રસોઈ મળે છે એ તમારા મોંને ? જે ધર્મથી આ બધું મળ્યું તેનું શું થાય છે એનો વિચાર પણ ન કરો એ તો કૃતજ્ઞતા કહેવાય કે કૃતજ્ઞતા ? બોલો ને, ચૂપ કેમ ?
જે ધર્મે આવી યોગ્ય સામગ્રીમાં તમને મૂક્યા તે ધર્મ પર આપત્તિ આવે તે વખતે ‘જોઈશું, થાય છે, ફુરસદ નથી, મોસમ છે, મુંબઈ જેવું શહેર તે થતું હોય તેમ થાય' આ બધું કેમ બોલાય અને કયા મોઢે બોલાય ? આવા વખતે કટુ શબ્દોમાં પણ હિતશિક્ષા આપનાર જોઈએ કે નહિ ? ખોટી માન્યતામાં ન ફસાઓ :
સભાઃ “જે ધર્મ માટે આટલું બધું વર્ણવો તેને રક્ષાની શી જરૂર ?'
ધર્મ તમારી રક્ષા ક્યાં માંગે છે! હું તમારી ફરજ તમને યાદ આપું છું. ધર્મ, તમારા પર નથી જીવતો. તમારી આબરૂના આધારે ધર્મનું જીવન નથી પણ તમે ફરજહીન ન બનો એમ હું કહું છું. ફરજહીન બનશો તો ખાડામાં જશો, એમ ચેતવું છું. ધર્મ તમારા વિના મરી નહિ જાય, પણ ફરજહીન બન્યા તો મરી જશો. જે ધર્મયોગે આ સ્થિતિ પામ્યા તેની સેવા નહિ કરો તો તમારી ભૂંડી હાલત થશે એમ ચેતવું છું. ફરજભંગનો ગુનો સાબિત થશે અને સજા થશે. તમારા આધારે ધર્મ જીવે છે; એવું ન માનતા. જે ધર્મથી સુખી થયા છતાં એને ભૂલો એ ફરજનો ભંગ છે.