________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! – 74
――――――――――――― ૫૦૭
સ્વાંગના ઢોંગ શું કામ ? આ લોકની ફીકર અને પ્રવૃત્તિ તો અમે સારી રીતે કરી શકીએ તેમ છીએ.’ આ સ્વાંગ કેવો ? આ સ્વાંગ જગતને જણાવે કે આ તો સંસારના ત્યાગી. આ સ્વાંગધારી પાસે પૈસા, ખાનપાન કે કોઈ પણ દુન્યવી પદાર્થ કે રંગરાગની વાત મળે એવું કોઈ સમજે ? અહીં તો ધર્મ જ મળે એમ સહેજે સૌ સમજે. આ લોકની વાતો કરનારા માટે આ સ્વાંગ ધરવો સૌ સમજે. આ લોકની વાતો કરનારા માટે આ સ્વાંગ ધરાવો એ ઢોંગ છે. ‘દુર્ગતિથી આત્માને બચાવે તે ધર્મ’ આ વાત દરેક દર્શનકારને માન્ય છે; આમાં મતભેદ છે ? આ તો સર્વસામાન્ય વ્યાખ્યા છે. આ વ્યાખ્યા જે માને તેને પરલોક, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક એ બધું માન્ય હોય જ. આ વ્યાખ્યા ન માને તે નાસ્તિક. આ વ્યાખ્યા માની કે દુર્ગતિ આંખ સામે દેખાય જ. જેની આંખે દુર્ગતિ દેખાય તે પાપ કઈ રીતે કરે ? પાપ કરવાનો ઉપદેશ એ કઈ રીતે આપે ? ‘પૈસા હશે તો બધું થઈ ૨હેશે' એવું એ શી રીતે બોલે ?
1077
દુનિયાની લડત આજે કંચનકામિની માટે છે. જર, જમીન, અને જોરુ પાછળ જ દુનિયાની બધી ધમાધમ છે. આ લોક એટલે જર, જમીન અને જોરુ. કહેવત પણ છે કે જ૨ જમીન અને જોરુ, એ ત્રણ કજિયાનાં છોરું. આ ત્રણ જેની પાસે ઘણા તે મોટો શેઠ. આ ત્રણ મેળવવાના, વધારવાના ઉપદેશ દે તે ધર્મોપદેશક કે પાપોપદેશક ? આ ત્રણ ઝઘડાનું મૂળ છે એમ તમે કહો છો પણ એ મળે તો તમને ગમે છે એટલે તમને એનો ઉપદેશ પણ ગમી જાય છે. પણ ધર્મોપદેશક એવો ઉપદેશ ન આપે. એને મેળવવાના માર્ગ ન બતાવે. એવું બતાવે તો એ પાપોપદેશક છે.
અત્યાર સુધી આપણે પીઠમાં હતા, હવે ઉપર મેખલામાં આવ્યા. પીઠ દૃષ્ટિથી ન જોઈ શકાય પણ મેખલા તો જોઈ શકાય. અત્યાર સુધી માન્યતાની વાત હતી, હવે અમલની વાત છે. હવે માત્ર ‘હાજી-હાજી’ કરશો તે નહિ ચાલે. મજબૂતાઈમાં પણ મહેનત અપૂર્વ છે પણ હવે મેખલામાં તો એથીયે અધિક મહેનત છે. પહેલાં કેવળ રુચિની વાત હતી, માત્ર માન્યતા પૂરતી વાત હતી પણ હવે તો અમલની વાત છે. દુનિયાને અર્થ-કામ તો ગમે છે પણ ધર્મ નથી ગમતો એવી શાસ્ત્રકારની રૂઢ માન્યતા છે. સમ્યગ્દષ્ટિને અર્થ-કામ નથી ગમતા, કદાચ અવિરતિના તીવ્ર ઉદયે ગમી જાય તોયે ઉપાદેય તો ન જ લાગે.
સભા ‘આ બધું સમજાય ખરું પણ અમલ થઈ ન શકે તો ?’ તો તીવ્ર પાપોદય માની પાપ ખસેડવાના પ્રયત્ન ચાલુ રાખવા.