________________
1083
— ૩૪ઃ ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે !- 74
-
૫૧૩
શાસ્ત્રોમાં શું આવે?
વર્ષમાં બે વખત શ્રીપાળ રાજાનો રાસ વંચાય છે. એમાં ત્યાગવૈરાગ્યની વાતો આવે છે એ યાદ છે કે આટલી સ્ત્રીઓને પરણ્યા, એ જ યાદ છે ? કેટલાક મારા માટે કહે છે કે-“આ મહારાજને તો બધામાં ત્યાગની જ વાત લાવવાની પણ શ્રીપાળ ચરિત્રમાં ત્યાગ લાવે ક્યાંથી ?” આ વખતે ચૈત્રમાસમાં જો હું અહીં રહું તો મારે એ જ વાંચવું છે અને એમાં ત્યાગ કેટલો ભર્યો છે એ બતાવવું છે. સંસારના રસિયાઓ એ રાસ કે ચરિત્ર વાંચે અને એમાંથી ત્યાગ ન કાઢે તેમાં હું શું કરું ? એમની નજર જ ઋદ્ધિ સિદ્ધિ અને સ્ત્રીઓ આદિ ઉપર જ હોય તેમાં આપણો શો ઉપાય ? સિદ્ધાંતમાં મક્કમતા, વિધિ-અવિધિનું જ્ઞાન, શીલવતીઓનો ધર્મ, સદાચારીઓના સુંદર આચાર, એ બધી વાતો એમાં આવે છે. પણ વસ્તુસ્વરૂપના જ્ઞાન વિના શ્લોકના અર્થો બોલી રાજા-રાણીની વાર્તા કહીને લોકોને જ રાજી કરવાના ધ્યેયવાળા હોય એ એમાંથી વૈરાગ્ય કાઢે ક્યાંથી ? ભગવાનનાં ચરિત્રોમાંથી પણ રંગરાગની વાતો શોધી કાઢનારાઓને આમાં વૈરાગ્ય દેખાય ક્યાંથી ? એ તો આવાં ચારિત્રોમાંથી પણ “ઇદં તૃતીય
કાઢે.
સભા “એ તો કહે છે કે આ બધાં કથાનકો કલ્પિત અને બનાવટી છે.” ભાગ્યહીનો માટે તો ભગવાન મહાવીર પણ કલ્પિત અને બનાવટી છે. સભા: ‘અમુક વાતો શાસ્ત્રોમાં નથી, એમ કહે છે.”
શાસ્ત્રોમાં તો વીસ વિહરમાન ભગવાન પણ ક્યાં છે ? બજારના ભાવ ચોપડે હોય જ એમ ? જ્ઞાનીની પરંપરાએ ઘણી વાતો આવી છે. બાપના બાપ આ વાત કહેતા હતા એમ તમે પણ કહો છો ને ? દાદા તો કુટુંબમાં પિસ્તાલીસ માણસ હોવાનું કહેતા હતા અને આજે પાંચ છે તો એ ગડું મારતા હતા ? અરે બાપા કહેતા હતા કે એમને બાપા હતા તો એ પણ ગમ્યું ? બસ ! પ્રત્યક્ષ હોય એ જ માનો ? આવા અક્કલના ઇજારદારોને કેમ પહોંચાય ?
શાસ્ત્ર તો દિશા બતાવે. શ્રી જિનેશ્વરદેવનું આગમ તો આંગળી ચીંધે. જ્યાં સુધી દૃષ્ટિ ઊંધી છે ત્યાં સુધી ઉત્તમ વસ્તુમાંથી પણ ત્યાગ નહિ મળે. આ દર્શનમાં નાનામાં નાનું પણ કથાનક એવું નથી કે જેમાંથી સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મુક્તિ એ જ સાધ્ય એમ ન નીકળે. પણ જોનારને માત્ર નગર, રાજા-રાણી, ધનધાન્ય અને સુંદરીઓ જ જોવાં હોય ત્યાં શું થાય ?