________________
૪૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વાત જુદી. આ મતે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાંથી એક પણ ગુણસ્થાનક અંતર્મુહૂર્તથી વધારે ટકે નહિ. તરતમતા બધે હોય.
982
આપણો મુદ્દો એ છે કે લબ્ધિધર મહર્ષિઓ પણ આકાશમાં વિચરતા ન હતા. એ પણ પૃથ્વી પર વિચરતા હતા અને અમે પણ પૃથ્વી પર વિચરીએ છીએ, તે બધા જાણે છે. અરે, જૈનસમાજનું નાનામાં નાનું બાળક પણ એ સમજે છે. કાંઈ નવી વાત નથી. પરંતુ આવો પ્રશ્ન કરી પછી પેલાઓ આગળ કહે છે કે-“પૃથ્વી પર રહેવું અને ‘પાપ-પાપ'ના પોકાર કરવા એ ચાલે ?”
હું એમને કહું છું કે-એ તો ભગવાન મહાવીરદેવને પૂછી આવો. પાપથી પેદા થયેલ અન્ન-પાણી પર જીવવા છતાં સાધુ નિષ્પાપ કેમ ?
ભગવાન પણ પૃથ્વી પર જ રહેતા હતા ને ? એમનું જીવન પણ આહારપાણી ઉપર જ નભતું હતું ને ? આહાર-પાણી આરંભસમારંભથી થાય એ ભગવાન નહોતા જાણતા ? એમ છતાં ભગવાને એ બધામાં પાપનું પીંજણ કેમ કર્યું ?
એ લોકો પૂછે છે કે-‘ગૃહસ્થાવાસ ન હોય તો સાધુ જીવે કઈ રીતે ?’ મારો તેમને પ્રશ્ન છે કે-શ્રી આચારાંગ સૂત્રકારે ગૃહસ્થાવાસને કઈ ઉપમા આપી તે જાણો છો ?
જે લોકો-વૃદ્ઘસ્થાવાસ સમો ધર્મો ન ભૂતો ન ભવિષ્યતિ'-એટલે ‘ગૃહસ્થાવાસ જેવો ધર્મ થયો નથી અને થવાનો નથી' એવી વ્યાખ્યા બાંધે છે, તેમને તો શ્રી આચારાંગ સૂત્રકારે મૂર્ખ અને અજ્ઞાન કહ્યા છે અને એ વ્યાખ્યાને મૂર્ખાનો પ્રલાપ કહ્યો છે.
એ લોકો કહે છે કે-‘પાપથી પેદા થયેલા અન્નના ઉપયોગ વિના જો સાધુને પણ ચાલે તેમ નથી તો ‘પાપ વિના ચાલે’ એમ સાધુઓ કેમ બોલે છે ? અને ‘પાપ વિના ન ચાલે ?’ એવો પ્રશ્ન પણ તેઓ કેમ કરે છે ?
હું કહું છે કે-સાધુને આ બધી વાત બરાબર યાદ છે, માટે તો એકેએક સાધુ સર્વવિરતિમાં જ સર્વ ધર્મ સમજે છે અને અન્યને સમજાવે છે. જે સાધુઓ એવું નથી સમજ્યા તે કાંઈક ભૂલ્યા લાગે છે.
વળી તેઓ પ્રશ્ન કરે છે કે-પાપી ગૃહસ્થાવાસથી પેદા થયેલાં અન્નપાણીથી સાધુ જીવે છે અને પાપમય લક્ષ્મીથી સારાં ખાતાં ચાલે છે, એ વાત સાધુઓ કેમ ભૂલે છે ?'