________________
૨૮ : અદાલતના આંગણે - 68
૪૧૩
હું કહું છું કે-સાધુઓને એ વાત અણીશુદ્ધ યાદ છે અને જ્ઞાનીઓને પણ યાદ હતી માટે તો સંસારની અસારતા જ પોકારી, સંપૂર્ણ સુંદરતા સંયમમાં જ સ્થાપી અને વાસ્તવિક તેમજ સંપૂર્ણ સુખ મોક્ષમાં જ કહ્યું. એમને સંપૂર્ણતયા યાદ હતું કે-‘દુનિયાના પદાર્થોની મમતા છે, ત્યાં સુધી પ્રાણીઓ પાપથી લેપાયા વિના રહેવાનાં જ નથી. નહિ તો શ્રી જિનેશ્વરદેવ જેવા મનોબળી, વચનબળી અને કાયબળી તેમજ નિયમા મુક્તિગમનની ખાતરીવાળા ગૃહસ્થાવાસ છોડી અટવીમાં વિચરે એનું કારણ ?
983
દોષનું સ્વરૂપ, એ કોને લાગે, કઈ રીતે લાગે અને કેટલા પ્રમાણમાં લાગે તેનું પણ આજનાઓને ભાન નથી. શાસ્ત્ર મુનિને જેમ સર્વથા અહિંસક કહ્યા, તેમ સમ્યગ્દષ્ટિને અલ્પબંધક કહ્યા. જે વસ્તુને જે સ્વરૂપે જે પ્રમાણમાં કહેવી જોઈએ તે વસ્તુને તે સ્વરૂપે તે પ્રમાણમાં કહેવામાં શાસ્ત્ર કચાશ રાખી નથી. ‘જો એમ ન હોય તો છ કાયની નિશ્રાના આધારે જીવનારા મુનિઓ મુક્તિપદ સાધી શકે કઈ રીતે ? મુક્તિમાં જાય ત્યાં સુધી નિશ્રા તો છ કાયની છે જ ને ?
આચારાંગ સૂત્રના પાંચમા લોકસાર અધ્યયનમાં કહ્યું છે કે
યદ્યપિ ગૃહીની નિશ્રાનો સાધુ સ્વીકાર કરે છે, ગૃહીની નિશ્રાથી બનેલા આહાર-પાણીથી સાધુ સંયમ ટકાવે છે,,તો પણ એ રીતે ગૃહીની નિશ્રાનો ભોગવટો કરતા મુનિ, મુનિ ક્યારે રહી શકે ? જેમ કમળ કાદવ અને જળના સંસર્ગથી પેદા થવા છતાં નિર્લેપ થઈને રહે છે તેમ રહે તો, અન્યથા નહિ. કાદવ તથા જળના સંસર્ગથી કમળને દૂર કરો તો એ ચાર કલાકમાં કરમાઈ જાય. તેમજ કાદવ તથા જળમાં એ લેપાઈ જાય-એમાં પડી જાય તો એ સડી જાય-સૂત્રકાર મહર્ષિ કહે છે કે-તે મુનિરૂપી કમળ, કાદવ અને પાણીરૂપ ગૃહસ્થાવાસની નિશ્રામાં રહેવા છતાં નિર્લેપ રહે તો જ જીવે, નહિ તો ખતમ થઈ જાય. વરસાદ ધારાબંધ કમળ પર પડે તો પણ કમળ કોરું જ રહે. તેમ ગૃહીના સંસર્ગમાં આવવા છતાં એ મુનિ પાપને તો પાપ જ પોકારે, ગૃહસ્થાવાસને ત્યાજ્ય જ સમજાવે અને સંસારમાં પડેલાને બહાર પોતાની પાસે ખેંચી લાવે તો જ એ મુનિ જીવી શકે પણ પાપને પુણ્ય બતાવવાની ભૂલ કરે અને બહાર નીકળેલાને સંસારમાં ફસાવે તો કમળરૂપનો નાશ થાય છે. આ બધું ભૂલ્યા તેનું તો આ પરિણામ છે.
પેલા લોકો સાધુઓને કહે છે કે-‘તમે પાપ-પાપની બૂમ શાના મારો છો ? પાપા વિના તમે પણ ક્યાં જીવો છો ?’