________________
૧૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
674 આ પ્રમાણે કહે છે એ વાત સાચી છે : પણ એ પરમર્ષિ, “નમમ વીર;' કહે છે પણ નમામિ પરું !' એમ નથી કહેતા. જે લોકો એમનું એક જ વાક્ય લે છે અને બીજું નથી લેતા તેઓ શાસ્ત્રના ચોર છે; એવાઓને આ મહાપુરુષના વચનને બોલવાનો પણ અધિકાર નથી. વાક્ય બીજું અને ક્રિયા પોતાની એ કેમ પાલવે ? શ્રી હરિભદ્રસૂરિ કોણ હતા ? ચૌદ વિદ્યાના પારગામી હતા. પણ
જ્યારે સત્ય સમજાયું કે તરત વેદાંત છોડી જૈનશાસનને શરણે આવ્યા. પણ હું વિચાર સ્વાતંત્ર્યને માનનારો છું. ભલે વેદ મને માન્ય નથી પણ ઉત્તેજન તો આપવાનો જ.” એમ ન કહ્યું. ‘લુચ્ચાઈ મને ગમતી નથી. પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે એને ઉત્તેજન આપવાનો” એમ શાહુકાર કહે ? કદી એ સાબિત થાય અને પકડાય તો સજા ન થાય ? ભગવાન શ્રી હરિભદ્રસૂરિએ જૈનદર્શનના સ્વીકાર : પછી તમામ વિપરીત દર્શનનું ખંડન કર્યું છે. શાસ્ત્રોમાં અભવ્યનું વર્ણન છે, પ્રશંસા નહિ?
પ્રશ્ન અયોગ્યની પ્રશંસા ન જ થાય તો અભવ્યથી અનેક તર્યા એમ કેમ
કહ્યું?
શાસ્ત્ર એમ કહ્યું કે, અભવ્યોથી અનેક તર્યા; એ તો બનેલો બનાવ કહ્યો; અભવ્યથી અનેક તરી શકે એ વસ્તુરૂપ કહ્યું. પણ એમાં અભવ્યની પ્રશંસા ક્યાં આવી ? અભવ્ય પણ પોતાના અભવ્યપણાને અંદર રાખી પ્રભુએ કહેલા માર્ગને યથાર્થ દેખાડે છે અને બીજા પાસે આરાધના કરાવે છે તો બીજાને તારી શકે છે અને બીજા તરી શકે છે. અભવ્યથી ઘણા તર્યા એમ કહ્યું. પણ અભવ્યને સારો કહ્યો છે ? નહિ જ. કારણ કે અભવ્યના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. એના સંયમને અસંયમ કહ્યું છે અને એનો ધર્મ વસ્તુતઃ ધર્મ જ નથી એમ પણ કહ્યું છે. એના તપને પણ વખાણ્યો નથી.
શ્રી જિનેશ્વરદેવની રિદ્ધિસિદ્ધિ દેખી સ્વર્ગાદિકની અભિલાષાથી એ મળે તે માટે અભવ્ય સંસાર તજે છે, પોતે બાહ્ય ત્યાગનો સ્વીકાર કરે છે અને અનેકને ત્યાગમાર્ગે વાળે છે એથી અનેક તરે છે. આ જે બીના છે તેને શાસ્ત્ર કેમ છુપાવે ? અભવ્યના જ્ઞાન, સંયમ અને તપને સારું કહ્યું હોત તો આ પ્રશ્નને અવકાશ હોત પણ તેમ નથી. અભવ્ય છે એમ જાણ્યા પછી પણ માનવા અને વાંદવાનું કહ્યું હોત તો વાત જુદી હતી. પણ એમ નથી કહ્યું. શાસ્ત્ર તો કહ્યું કે, અભવ્યની નિશ્રામાં હજારો આદમી હોય પણ જ્ઞાનીને માલુમ પડે કે એ હજારો અભવ્યની નિશ્રામાં છે તો એ જ્ઞાની હજારોને જણાવી દે કે, “આ અભવ્ય છે, ત્યાજ્ય છે અને એમ જણાવીને એમને બચાવી લે છે. અભવ્યથી અનેક તર્યા કે તરે એ બનાવ, વસ્તુ-સ્વરૂપના વર્ણનનો છે. નહિ કે અભવ્યની પ્રશંસાનો.